અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા.. (દાસી જીવણ)
અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા.. દાસી જીવણ – મુળાભગત
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે ;
ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય….
અમારામાં અવગુણ રે….૦
ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે ;
ગુરુજી ! મારા પારસમણીને રે તોલ…
અમારામાં અવગુણ રે….૦
ગુરુજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રે ;
ગુરુજી અમારા કાશી અને છે કેદાર…
અમારામાં અવગુણ રે….૦
ગુરુ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે ;
ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર…
અમારામાં અવગુણ રે….૦
જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે ;
ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ…
અમારામાં અવગુણ રે….૦
ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે ;
દેજે અમને સંતચરણમાં વાસ…
અમારામાં અવગુણ રે….૦