પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને, કરવું પડે નહિ કાંઈ રે
સદ્દગુરુ વચનની છાયા પડી ગઈ તેને, અઢળક પ્રેમ જાગ્યો ઉરમાં ય..
પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…
પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને, હરિએ આરોગ્યાં એઠાં બોર રે,
આવરણ અંતરમાં એકે નહિ આવ્યું રે, ત્યાં ચાલે નહિ જમનું જોર…
પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…
ભાઈ રે ! પ્રેમ પ્રગટયો વિદુરની નારીને રે, ભૂલી ગઈ દેહ કેરું ભાન રે
કેળાંની છાલમાં હરિને રિઝાવ્યા ને,, તેને છૂટયું અંતરનું માન રે…
પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…
એવો પ્રેમ પાનબાઈ ! જેને પ્રગટયો રે, તે સ્હેજે હરિ ભેગો થાય રે
ગંગાસતી એમ બોલિયાં રે, તેથી જમરાજા દૂર જાય રે…
પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…