માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ ! હવે આવી ચૂકયો પિયાલો ;
કે’વું હતું તે કહી દીધું પાનબાઈ ! હવે રહેણી પાળવા હેતેથી હાલો…
માણવો હોય તો રસ માણી લેજો…
રહેણી થકી જોને રામ રીઝે, રહેણી થકી રસે રોમેરોમ ભીંજાય ;
રહેણી થકી રસ શરીરમાં પરવરે, રહેણી થકી ઉગાવો થાય રે…
માણવો હોય તો રસ માણી લેજો…
રહેણી થકી ગુરુજી સાનમાં સમજાવે, રહેણી થકી અમર જોને થવાય ;
રહેણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ ! રહેણી થકી પાર યોગી જાય રે…
માણવો હોય તો રસ માણી લેજો…
રહેણી તો સરવથી મોટી પાનબાઈ ! રહેણીથી મરજીવા બની જોને જવાય
ગંગાસતી એમ બોલિયાં રે, રહેણી પાળ્યેથી આનંદ વરતાય…
માણવો હોય તો રસ માણી લેજો…