સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સતગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ… ગંગાસતી – મુગટલાલ જોષી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સદ્દગુરુ વચનના થાવ અધિકારી,  મેલી દેજો અંતરનું માન

આળસ મેલીને આવો મેદાનમાં, સમજો સદ્દગુરુની સાન…

સદ્દગુરુ વચનના થાવ અધિકારી …

અંતર ભાંગ્યા વિના ઉભરો નહિ આવે, પછી હરિ દેખાય સાક્ષાત ;

સતસંગ રસ એતો અગમ અપાર છે,,  તે તો પીએ કોઈ પીવણહાર…

સદ્દગુરુ વચનના થાવ અધિકારી …

ધડ ઉપર શીશ જેને નવ મળે,  એવો ખેલ છે ખાંડા કેરી ધાર ;

એમ તમારું શીશ ઉતારો પાનબાઈ ! તો તો રમાડું બાવનની બાર…

સદ્દગુરુ વચનના થાવ અધિકારી …

હું અને મારું ઈ તો મનનું છે કારણ, ઈ મન જ્યારે મટી જો ને જાય ;

ગંગાસતી એમ બોલિયાં રે,  ત્યારે હતું તેમ દરશાય…

સદ્દગુરુ વચનના થાવ અધિકારી …

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply