ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ
ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને, કાયમ કરવો અભ્યાસ રે ;
ભાળી ગયા પછી તરપત ન થાવું ને, વિશેષ રાખવો ઉલ્લાસ રે…
ધ્યાન ને ધારણા કાયમ …
ગુરુના વચનોમાં સાંગોપાંગ ઊતરવું ને, કાયમ કરવું ભજન રે ;
આળસ કરીને સૂઈ નવ રહેવું રે, ભલને કબજે કર્યું હોય મન રે…
ધ્યાન ને ધારણા કાયમ …
ભાઈ રે ! આઠે પહોર રહેવું આનંદમાં ને, વધુ ને વધુ જાગે જેથી પ્રેમ રે ;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ ને, છોડી દેવું નહિ નીમ રે…
ધ્યાન ને ધારણા કાયમ …
ભાઈ રે ! નિત્ય પવન ઊલટાવવો ને, રમવું સદા હરિની સંગ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, પછી ચડે નહિ દૂજો રંગ રે…
ધ્યાન ને ધારણા કાયમ …