કાળધર્મ સ્વભાવને જીતવો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
કાળધર્મ સ્વભાવને જીતવો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કાળધર્મ સ્વભાવને જીતવો ને, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સરવેમાં વરતવું રે, ટાળી દેવો મનનો વિરોધ રે…
કાળધર્મ સ્વભાવને…
ભાઈ રે ! નિર્મળ થઈને કામને જીતવો, રાખવો અંતરમાં વૈરાગ્ય રે
જગતના વૈભવને મિથ્યા જાણીને, ટાળી દેવો દુબજાનો ડાઘ રે…
કાળધર્મ સ્વભાવને…
આ લોક પરલોકની આશા તજવી ને, રાખવું અભ્યાસમાં ધ્યાન રે
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવીને, મેલવું અંતરનું માન રે…
કાળધર્મ સ્વભાવને…
ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને, વરતવું વચનની માંય રે
ગંગાસતી એમ બોલિયાં રે, એને નહિ નડે જગતમાં કાંઈ રે…
કાળધર્મ સ્વભાવને…