નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને, રાખવો વચનુંમાં વિશ્વાસ રે
સદ્દગુરુને પૂછીને પગલાં ભરવાં ને, થઈને રહેવું તેના દાસ રે…
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…
ભાઈ રે ! રંગરૂપમાં રમવું નહિ ને, કરવો ભજનનો અભિયાસ રે
સદ્દગુરુ સંગે એકાંતે રહેવું ને,, તજી દેવી ફળની આશ રે…
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…
કરતા ને ભોકતા હરિ, એમ કહેવું ને,, રાખવું નિરમળ જ્ઞાન રે
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવવું ને, ધરવું ગુરુજીનું ધ્યાન રે…
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…
અભ્યાસીને એવી રીતે રહેવું ને, જાણવો વચનનો મરમ રે
ગંગાસતી એમ બોલિયાં રે, છોડી દેવાં અશુદ્ધ કરમ રે…
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…