બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
બેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે,
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી,
રંગ બેઉનો એક જ છે, ભાઈ ! રંગ બેઉનો એક જ છે, પણ બોલી એક જ નાંય …
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી,
રંગ બેઉનો એક જ છે , ભાઈ ! રંગ બેઉનો એક જ છે,પણ ચારો એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે,
તોલ બેઉનો એક છે, ભાઈ ! તોલ બેઉનો એક જ છે,એનું મૂલ એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
ગુરુ પ્રતાપે ભણે રતનદાસ, સંત ભેદુને સમજાય જી,
ધર્મરાજાને દ્વાર જાતાં, પ્રભુજીને દરબાર જાતાં, આડી ચોરાશીની ખાણ..
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
સાહેબ આજે તમારી મુલાકાતે આવિયા હતા પન તમે નંદીગ્રામ હતા .હુ વી.ડી.બાલા સાહેબ હિંગોલગઢ વાળા.ખુબ ગમ્યુ.મજા આવી અને તમારી સાઇટ નુ સરનામુ લાઇને આજે તમારા ભજન નો પાન લાભ લાઇ રહ્યો છુ.ખુબ સરસ છે.
Namste,
Gangasati temna bhajanma vartamanni vat kare che te vartaman kal che ke vartan ?
ગંગાસતીના ભજનોમાં વ્રતમાન તથા વર્તમાન અને વરતમાન એમ ત્રણ જુદા જુદા શબ્દો પ્રયોજાયા છે. અને લોક ભજનીકો આ ત્રણે શબ્દોના અર્થો જુદા જુદા આપતા હોય છે. જેના બદલે નહિ વ્રતમાન એટલે એવા શીલવાન સાધુ એ જે ભૂત કે ભવિષ્યમાં નહિ પરંતુ વર્તમાનમાં જ જીવતા હોય અને જેના અધ્યાત્મ વ્રતો ક્યારેય બદલાય નહિ અથવા તો જેની વૃતિ કે વર્તન એક સમાન રૂપે કાયમ રહે એમાં ક્યારેય વધ ઘટ કે અસમાનતા ન આવે. સંતવાણીના શબ્દોનાં અર્થઘટન જુદા જુદા સંપ્રદાય કે સંત પરંપરા પ્રમાણે થતા હોય છે એક જ પદનાં એક જ શબ્દનો વિભિન્ન સંત પરંપરાના ભજનીકો પોત પોતાની રીતે જુદો જ અર્થ આપતા હોય અને છતાં તે દરેકના અર્થ અધ્યાત્મ પરંપરા મુજબ સાચા હોઈ શકે એમાં શબ્દકોશના ચોક્કસ અર્થ કામ ન લાગે. – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Pranam & su prabhatam,Aap shri sathena 2 divsho a vismarniy rahya,lok sahitya ane prachi bhajni tena mul rup ane rag-dhhal ma sambhalva no amulya lahavo malyo e samay jane Ganga satiji na gamma betha hoy tevo tadras anubhav thayo..khub-khub aabhar….Mahendra na pranam .. Mahendra K.Andani .. .. Shree Patel Raas Mandali .. Latipur-361220,Dist. Jamnagar .. Mobil.9825260312
રસતરબોળ, મારા સાહેબ. શત શત જૂહારું, બાપલિયા.
બહુ સરસ.. દાદા..
પણ આ વાણીનો શબ્દ છે, આ વર્તમાન અને વરતમાન બન્નેને સંદર્ભતો હોય એવું લાગે. આપણા ભજનીકો સાધકો પણ છે. એણે કાળ અને વર્તન બન્ને સમાન રાખવા છે. આ જ આ અને કાલે બીજું એવું આ વાણીવાહકો ના સ્વીકારે . અરે એ તો વચનની આણ હોય છે. એમાં બેદલ ક્યાંથી ચાલે ? તમે પાયાનું કામ કરો છો
અને અમારા જેવાને ઉપકૃત અને આભારી પણ …..