Books

અપ્રકાશિત કાવ્ય સંગ્રહ – ભરપુર પિયાલો અને મખમલિયાં કિરણો Click Here to read this Book

Avsar bot bharelo aayo 'અવસર બોત ભલેરો આયો'
Avsar bot bharelo aayo ‘અવસર બોત ભલેરો આયો’
ગુજરાતના કંઠસ્થ પરંપરાના સંતસાહિત્ય, લોકજીવન અને લોકસાહિત્ય વિશેના સંશોધન આલેખનો સંચય
Click Here to read this book
Aanad Paravar 'આનંદ પારાવાર'
Aanad Paravar ‘આનંદ પારાવાર’
આનંદ પારાવાર – મરમી કવિ શ્રી મકરન્દ દવેની ચૂંટેલી ૧૫૦ કવિતા. પ્રકાશક સાહિત્ય અકાદમી ન્યુ દિલ્હી – ૨૦૧૪.
Click Here to read this book
Madhyakalin Gujarati Bhakti Kvita Sanchay 'મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા સંચય'
Madhyakalin Gujarati Bhakti Kvita Sanchay ‘મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા સંચય’
પ્રકાશક સાહિત્ય અકાદમી ન્યુ દિલ્હી – ૨૦૧૨. પરંપરિત દેશી ભજનીકોનાં કંઠે સચવાયેલી કંઠસ્થ પરંપરાની ભજનવાણી આશરે પાંચસોથી વધુ કલાકોની ધ્વનીમુદ્રિત સામગ્રીમાંથી ૧૧૭ જેટલા સંત – ભક્ત – કવિ સર્જકોના વર્ણનુંક્રમે તથા જે તે સર્જકનાં નામ નીચે પ્રથમ પંક્તિનાં આદ્યાક્ષરો મુજબ વર્ણનુંક્રમે કૂલ ૩૩૧ પદ / ભજન રચનાઓ મૂકવામાં આવી છે. પરિશિષ્ટમાં દરેક સર્જકનો પ્રમાણભૂત ટૂંક પરિચય અપાયોછે.
Click Here to read this book
Svati Na Sarvada'સ્વાતિનાં સરવડાં
Svati Na Sarvada’સ્વાતિનાં સરવડાં’
ગુજરાતના કંઠસ્થ પરંપરાના સંતસાહિત્ય, લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય વિશેના સંશોધન લેખો અને વ્યાખ્યાનોનો સંચય – લે. ડૉ. નિરંજન રાજ્યગુરુ, પ્રકા. ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌ.યુનિવર્સીટી, રાજકોટ.આ ૧, ઈ.સ. ર૦૧૩.
Click Here to read this book
Marmee Shabad No Melo 'મરમી શબદનો મેળો'
Marmee Shabad No Melo ‘મરમી શબદનો મેળો’
(ગુજરાતનું સંત સાહિત્ય-સત્વ, તત્વ, સૌંદર્ય, કલા અને કસબ) ગુજરાતી સંતવાણી-ભક્તિ કવિતા વિશેનાં વક્તવ્યો-લખાણોનો સંચય. પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. આ-૧, ૧ મે ૨૦૧૧
Click Here to read this book
Gujarat No Samruddha Vangmay Varso 'ગુજરાતનો સમૃદ્ધ વાંઙ્મય વારસો'
Gujarat No Samruddha Vangmay Varso ‘ગુજરાતનો સમૃદ્ધ વાંઙ્મય વારસો’
ગુજરાતના લોકસાહિત્ય અને ચારણી-બારોટી સાહિત્ય વિશેનાં વક્તવ્યો-લખાણોનો સંચય. પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. આ-૧, ૧ મે ૨૦૧૧
Click Here to read this book
RANG SHARAD NI RATDI
Rang Shard ni Ratadi- published by Rangrekha Trust, Rajkot 1987. A compilation of poems on ‘Sharad Ritu’ (The time of onset of winter). Co-edited with Dr. P. R. Taraiya.
‘રંગ શરદની રાતડી’ (સંપાદન : ડૉ. તેરૈયા સાથે)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય‚ લોકસાહિત્ય‚ ચારણી સાહિત્ય‚ સંતસાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાંથી શરદઋતુના ભાવવિશ્વને અજવાળતી રચનાઓનો સંચય. પ્રકા. રંગરેખા ટ્રસ્ટ‚ રાજકોટ. ઈ.સ.૧૯૮૭

Krishna Gan- published by Vidyottejak Samaj, Rajkot 1989. A compilation of poems on Shri Krishna and related theme: Co-edited with Shri Labhubhai Trivedi.
‘કૃષ્ણગાન’ સંપાદન : (લાભુભાઈ ત્રિવેદી સાથે)
મધ્યકાલીન તથા અર્વાચીન ગુજરાતી સાહિત્ય તથા લોકસાહિત્યમાંથી શ્રીકૃષ્ણના ચરિત્રને ઉપસાવતી પદ્યરચનાઓનો સંચય. ઈ.સ. ૧૯૮૯
Click Here to read this book

Bhajan-Mimansa.- Published by Rannade publisher, Ahmadabad 1990. A compilation of articles on oral tradition of ‘Sant Vani” discussing origin, form and development of tradition of ‘bhajan.’‘ભજન મીમાંસા’ (સંશોધન વિવેચન)
કંઠસ્થ પરંપરાના સાહિત્ય સ્વરૂપ ‘સંતવાણી ભજનો’ વિશે સંશોધનાત્મક અભ્યાસ ગ્રંથ. જેમાં ભજનના ઉદભવ‚ વિકાસ‚ પ્રકારો‚ લક્ષણો વર્ગીકરણ‚ વિભાગીકરણ‚ ભજનોમાં યોગસાધના‚ ગુરુમહિમા‚ બોધ ઉપદેશ‚ મહાપંથની સાધના‚ ભજનોમાં બંસરીનો પ્રકાર અને કેટલાંક ભજનોનું રસદર્શન જેના મુદ્દાઓનો સમાવેશ થયો છે. (વિતરક : રન્નાદે પ્રકાશન‚ ગાંધી રોડ‚ અમદાવાદ‚ માચ ૧૯૯૦‚ મૂલ્ય રપ)


Dudhai Vadvala Dham na Daivi Santo- published by Dudhai vadvala Devsthan, 1990. A compilation of articles on one of the most ancient clan of saints of Dudhrej-Dudhai.‘દૂધઈ વડવાળાધામના દૈવી સંતો’ (સંશોધન-ઇતિહાસ)
સૌરાષ્ટ્રની અત્યંત પ્રાચીન સંતપરંપરા વડવાળા દેવસ્થાન દૂધરેજ દૂધઈનાં સંતો મહંતોના જીવન અને સંતપરંપરાનો પ્રમાણભૂત ઇતિહાસ‚ માર્ચ‚ ૧૯૯૦‚ પ્રકા. દૂધઈ વડવાળા મંદિર.


Santvani nu Satva and Saudarya- published by Pravin Prakashan, Rajkot 1994. Co-edited with Dr. Nathalal Gohil and Dr. Manoj Raval. A compilation of critical articles on the form of ‘Sant Vani’. (Litterature produced by and pertaining to saints)‘સંતવાણીનું સત્વ અને સૌંદર્ય (સંદર્ભગ્રંથ અભ્યાસ)
(ડૉ. એન. યુ. ગોહિલ તથા ડૉ. મનોજ રાવલ સાથે) જેમાં સંતવાણી સ્વરૂપવિચાર‚ સંતવાણીનું ભાવવિશ્વ‚ નિજારપંથ‚ સંતસાહિત્યની ઓળખ‚ વિષયવૈવિધ્ય‚ ભજનપ્રકારો અને રચનાઓ આસ્વાદ સમાવિષ્ટ છે. (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન‚ લાભ ચેમ્બર્સ‚ મ્યુનિ. કોર્પો સામે‚ રાજકોટ. માર્ચ ૧૯૯૪ મૂલ્ય : ૭૦)


‘Bijmargi Gupt Pat Upasna ane Mahapanthi Santo ni Vani’- published by Gujarat Sahitya Academy 1995. A volume on a mystic tradition of ‘Bijmarg’, containing its secret mantras, details regarding its rites and rituals, bhajans and other information of this mystic discipline.‘બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના અને મહાપંથી સંતોની વાણી’ (સંશોધન ગ્રંથ)
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રાપ્ત થયેલ સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર થયેલ સંશોધન ગ્રંથ. જેમાં કંઠસ્થ પરંપરામાં જળવાયેલા‚ ક્ષેત્રકાર્ય દ્વારા ધ્વનિ મુદ્રણ સ્વરૂપે પ્રાપ્ત કરેલા‚ ગૂઢ સાધનો સાથે સંકળાયેલા ગુપ્ત મંત્રો‚ વિધિ વિધાનો અને ભજનવાણી વિશે સંશોધન કરવામાં આવ્યું છે. આજ સુધી કશે પ્રકાશિત ન થયેલું આ ગુપ્ત સાહિત્ય પ્રથમવાર સંપાદિત થયું છે. પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી‚ ગાંધીનગર. એપ્રિલ ૧૯૯૬. મૂલ્ય. પ૦ (અ-પ્રાપ્ય)
Click Here to read this book

Bhakta kavi Pramanand ni shreshth Rachnao
‘Premsakhi Premanand na Shresth Kavyo’, published by Navbharat Sahitya Mandir, Ahmadabad 1995. A compilation of poems by Premanand, a saint-poet of Swaminarayan Sect.‘પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ પદો’ (સંપાદન અભ્યાસ)
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ પ્રેમસખી પ્રેમાનંદનાં ૧૦૧ શ્રેષ્ઠ પદો જીવન પરિચય અને આસ્વાદ સાથે. પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર‚ અમદાવાદ ૧૯૯૬. મૂલ્ય : રૂ. ૩૦:૦૦
Click Here to read this book


‘Muldasji na Kavyo’ (edited) Publishers: Navbharat Sahitya Mandir, Ahmadabad, 1996. A collection of poems by Muldasji, a saint poet of medieval period.‘મૂળદાસજીનાં કાવ્યો’ (સંપાદન અભ્યાસ)
સૌરાષ્ટ્રના તેજસ્વી ભજનિક સંત કવિ. મૂળદાસજીની ૧૪૩ રચનાઓ‚ કવિ પરિચય અને ભૂમિકા સાથે. પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર‚ અમદાવાદ. ૧૯૯૬. મૂલ્ય. પ૦
Click Here to read this book

‘Sandhya Sumiran’, – publishers: Kabir Ashram, Jamnagar 1996. (An edited work with explanatory notes)‘સંધ્યા સુમિરન’ (સંપાદન ભાવાનુવાદ)
કબીર સંપ્રદાયમાં નિત્ય ગવાતી સાખી‚ આરતી પ્રાર્થનાઓ આસ્વાદ. પ્રકાશક : કબીર આશ્રમ‚ જામનગર ૧૯૯૬. મૂલ્ય. રપ


Anand nu Zarnu 1997. A collection of philosophical and metaphysical articles.‘આનંદનું ઝરણું’ (ચિંતનાત્મક લેખોનું સંપાદન અને લેખ સંચય)
પ્રકાશક. રાજયગુરુ પરિવાર. નરેન્દ્ર ભુવન‚ દિગ્વિજય રોડ‚ રાજકોટ. ૧૯૯૭.

Jamnaavadaa Parivar
Shri Jamnavada Rajyaguru Audichya Brahmin Parivar no Sankshipt Pramanbhut Itihas- published in 1998.‘શ્રી જમનાવડા રાજયગુરુ ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારનો સંક્ષિપ્ત પ્રમાણભૂત ઇતિહાસ’
પ્રકાશક. પોતે ૧૯૯૮.


Satni Sarvani Published by R. R. Sheth & Co., Amdavad 2000 A compilation of 108 padas on the theme of bhakti, gyan and yoga by more than 75 practicing poet-saints of oral-tradition.‘સતની સરવાણી’ (કંઠસ્થ પરંપરામાં સચવાયેલાં ૧૦૮ પદોનો સંચય સંતવાણીની ભૂમિકા સાથે)
પ્રકાશક. સત્ નિર્વાણ ફાઉન્ડેશન‚ આનંદ આશ્રમ‚ ઘોઘાવદર‚ મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કંપની અમદાવાદ. માર્ચ. ર૦૦૦ મૂલ્ય. ૬પ


Saurashtra nu Sant Sahitya- published by Sat-Nirvan Foundation Ghoghavadar 2000. A collection of articles on saints (of different Disciplines), their practices and doctrines, with introductory notes on about 356 Saint-poets.સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય (સંત પરંપરાઓ‚ સાધના અને સિદ્ધાંતો)
ભો. જે. સંશોધન – અધ્યયન વિદ્યાભવન‚ અમદાવાદના ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડિસે. 1999 માં અપાયેલા વ્યાખ્યાનોનો સંચય – જેમાં સંત સાહિત્ય‚ સંત પરંપરાઓ‚ સાધના પરંપરાઓ‚ પંથ-સંપ્રદાયો‚ અને સૌરાષ્ટ્રનાં 356 જેટલા સંતો‚ મહંતો‚ ભક્ત કવિઓ વિશે પ્રમાણભૂત પરિચય નોંધ અને સૌરાષ્ટ્રનાં તીર્થ ધામો વિષયક માહિતી ધરાવતો ગ્રંથ. પ્રકા. ભો.જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન‚ આશ્રમ રોડ‚ અમદાવાદ 380 009 આવૃત્તિ – 1 જુલાઇ 2000 મુલ્ય : 80 પૃષ્ઠ : 151
Click Here to read this book


Ram – Doohai‘રામ દુહાઇ’
રવિભાણ સંપ્રદાયના આદ્યપુરૂષ સંત કવિ શ્રી ભાણસાહેબ સમાધિ સ્થાન પરિચય પુસ્તિકા – જેમાં ભાણસાહેબનું ચરિત્ર‚ રવિ-ભાણ સંપ્રદાયના સંતો અને સંતવાણી‚ રવિ-ભાણ સંપ્રદાયની ભજનવાણી‚ સાહિત્ય સર્જન તથા હસ્તપ્રતભંડારોની નોંધ સાથે ભાણ સાહેબની સત્તર રચનાઓ – અર્થઘટન સાથે. પ્રકાશક : મહંતશ્રી જાનકીદાસજી‚ સંતકવિ ભાણ સાહેબ સમાધિ‚ મુ.પો. કમીજલા‚ તા.વિરમગામ‚ જિ.અમદાવાદ 382 150‚ મો.94270 50235 આ – 1‚ ઓક્ટો. 2009
Click Here to read this book


Maram Jane makranda ‘મરમ જાણે મકરન્દા’ (મરમી કવિશ્રી મકરન્દભાઇ દવે સાથે પત્રવ્યવહાર અને ધ્વનિમુદ્રિત શબ્દ સંદેશાઓનું લિપ્યંતર)
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના મૂર્ધન્ય કવિશ્રી મકરન્દ દવે સાથે નિરંજન રાજ્યગુરુના પત્રવ્યવહારનું સંપાદન. કુલ 163 જેટલા પત્રો‚ મકરન્દ દવેની જીવનરેખા‚ જીવન તવારીખ‚ અને આઠ પરિશિષ્ટોમાં જરૂરી સંદર્ભ સામગ્રીનું આકલન. પૃ. 218 + 24‚ પ્રકાશક : સત્ નિર્વાણ ફાઉન્ડેશન‚ આનંદ આશ્રમ‚ ઘોઘવદર. ફેબ્રુ. 2009 મૂલ્ય : 200
Click Here to read this book


Vir Vchchhraj Solanki‘વીર વચ્છરાજ સોલંકી’ (વીર વાછડા ડાડાનું ચરિત્ર)
ગુજરાતના અતિ પ્રસિદ્ધ લોક દેવ વાછડા દાદાના મૂળ સ્થાનકનો ઇતિહાસ‚ દંતકથાઓ‚ લોક માન્યતાઓ‚ મહાત્મ્ય‚ દુહા-છંદ-રાસડા-કવિત અને વર્તમાન સેવા પ્રવૃત્તિઓ તથા વાછડા દાદાના અન્ય સ્થાનકો વિશેની પરિચય નોંધ. પ્રકાશક : શ્રી વછરાજ દાદા જીવ દયા ગૌ સેવા ટ્રસ્ટ વચ્છરાજ બેટ‚ ઝીંઝુવાડા રણ‚ તા.પાટડી જિ.સુરેન્દ્રનગર આ-૨‚ એપ્રિલ ૨૦૦૮


Aapni Gyati ane Apane

Hajal Dada Charitra‘શ્રી હાજલરાજાનું જીવનચરિત્ર’
કચ્છની સંતપરંપરાના‚ સંત કવિ મેકરણદાદાની કાપડી શિષ્ય પરંપરામાં ગાંધીધામ પાસે આવેલા ભારાપર ગામના અખાડાના સિદ્ધ સંત હાજલદાદાનું ચરિત્ર‚ કાપડી સંતોની પરંપરા અને ઇતિહાસ સાથે. પ્રકાશક : મહંત શ્રી દેવજી રાજા‚ આ : 1‚ ઓક્ટો. 2009 મુ.પો. ભારાપર‚ તા.ગાંધીધામ (કચ્છ)‚ ફોન : 282 270
Click Here to read this book