ઊંચા ગઢડા રે વહુને દાદે ચણાવ્યા…
September 22nd, 2012
ઊંચા ગઢડા રે વહુને દાદે ચણાવ્યા…
Audio Playerઊંચા ગઢડા રે વહુને દાદે ચણાવ્યા
ગઢથી ઉંચેરા ગઢના કાંગરા
ગઢડે બેહશે રે નવલા વેવાઈની ઘેડી
જુએ રે અલબેલા વરની વાટડી
વેલા આવો રે કેસરિયા વરરાજા
તમારા ને લગ્ન ઉતાવળા
હું કેમ આવું રે મારાં સમરથ ગોરી
અમ ઘેર દાદાજી રિસામણે
તમારા દાદાના રાયવર મનડા મનાવો
દલડા રીઝાવી વેલા આવજો
આડો છે દરિયો ને સમદર છલીયો
વ્હાણે બેસીને વેલા આવજો