મારે માંડવ હીરના ચંદરવા ને ચીરના ચંદરવા રે…
September 22nd, 2012
મારે માંડવ હીરના ચંદરવા ને ચીરના ચંદરવા રે…
Audio Playerમારે માંડવ હીરના ચંદરવા ને ચીરના ચંદરવા રે
અંબર ઉલેચ મોટે માંડવે
મારે માંડવ મોટેરાના કામ રે, મોટેરા આવ્યે સાજન બેસશે
મોટેરા મારે શાંતાબાઈના કંથ રે, શાંતાબાઈના કંથ રે
ગોવિંદભાઈ આવ્યે રે સાજન બેહશે,
મારે માંડવ હીરના ચંદરવા રે અરના ચંદરવા રે
અંબર ઉલેચ મોટે માંડવે
મારે માંડવ નાણાંના રે કામ રે નાણારાં આવ્યે રે સાજન બેહશે
નાણાંરા મારે વિજયાબેનનો કંથ રે, દામજીભાઈ આવ્યે રે સાજન બેહશે