Archive

Archive for the ‘સંતવાણી’ Category

સમરૂં તો સુધરે મનખા મેરા‚ અલ્લા હો નબીજી… (હોથી)

સમરૂં તો સુધરે મનખા મેરા‚ અલ્લા હો નબીજી… હોથી

સમરૂં તો સુધરે મનખા મેરા… (હોથી) – મુગટલાલ જોશી

સમરૂં તો સુધરે મનખા મેરા‚ સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી…

અલ્લા હો નબીજી રે‚ રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા !

તૂં હી રે‚ નબીજી…

મિટ જાય ચોરાશી કા ફેરા‚ મટી જાય ચોરાશી કા ફેરા રે.. નબીજી !

હો‚ અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦

અલ્લા હો નબીજી રે‚ હાથે રે મિંઢોળ દાતા કેસરિયા વાઘા દાતા !

તૂં હી રે‚ નબીજી…

શિર પે ફૂલડાં હૂંદા શેરા… શિર પર ફૂલડા હુંદા શહેરા રે નબીજી !

હો‚ અલ્લા હો નબીજી….સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦

અલ્લા હો નબીજી રે‚ કાચી રે માટીકા પૂતલા બનાયા‚ મૌલા !

તૂં હી રે‚ નબીજી…

રંગ તો લગાયા ઘેરા ઘેરા… રંગ તો લગાયા ઘેરા ઘેરા રે.. નબીજી હો…

અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦

અલ્લા હો નબીજી રે‚ ખૂટ ગિયા તેલ‚ વા મેં બૂઝ ગઈ બતિયાં મૌલા

તૂં હી રે‚ નબીજી…

ઘટડા મેં હૂવા રે ઘોર અંધેરા… એક દિન જંગલ બીચ મેં ડેરા રે…

નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦

અલ્લા હો નબીજી રે‚ સિકંદર સુમરાની લજ્જા તમે રાખી દાતા !

તૂં હી રે‚ નબીજી…

હોથી હજુરી ગુલામ તેરા… હોથી તો ગરીબ ગુલામ તેરા રે…

નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦

યહિ પીંજરા નહિં તેરા હંસા રાજા – કબીર – કરસનદાસ યાદવ

યહિ પીંજરા નહિં તેરા હંસા રાજા – કબીર – કરસનદાસ યાદવ

તોરલ કહે કાલાંથી વણજુંના કરીયે – તોરલ – કાળા ભગત ગઢવી

તોરલ કહે કાલાંથી વણજુંના કરીયે – તોરલ – કાળા ભગત ગઢવી

સતગુરુના શબ્દ રુદે ધરો – કલ્યાણ – દેવા ભગત

સતગુરુના શબ્દ રુદે ધરો – કલ્યાણ – દેવા ભગત

મુળ કહું તો મહા સુખ હોવે – ભાણ સાહેબ – અરજણ ભગત

મુળ કહું તો મહા સુખ હોવે – ભાણ સાહેબ – અરજણ ભગત

મેરુ સરખો પવન રુપ આતમા ને ઓળખ્યો નહી – રવિ સાહેબ – મેપાભાઇ કાથડ

મેરુ સરખો પવન રુપ આતમા ને ઓળખ્યો નહી – રવિ સાહેબ – મેપાભાઇ કાથડ

હિરો ખોમા તું હાથ થી આવો અવસર પાછો નહિ મળે – તીલકદાસ – મુળાભગત

હિરો ખોમા તું હાથ થી આવો અવસર પાછો નહિ મળે – તીલકદાસ – મુળાભગત

હીરો ખો મા તું હાથથી…

હીરો ખો મા તું હાથથી રે આવો અવસર પાછો નહીં મળે…

અવસર પાછો નહીં મળે‚ માથે ત્રિવિધિના તાપ બળે‚

હીરલો ખો મા તું હાથથી રે‚ આવો અવસર પાછો નહી મળે રે જી…

મોતી પડયું મેદાનમાં‚ ઓલ્યા મૂરખા મૂલ એના શું કરે ? રે જી‚

સંત ઝવેરી આવી મળે તો સતગુરુ સાન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…

સમજણ વિનાના નર કરે છે કીર્તી ને ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે રે જી‚

પારસમણીનાં પારખાં‚ એ તો લોઢાને કંચન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…

તરી ઉતરવું પ્રેમથી રે જાણે જળને માથે જહાજ તરે રે જી‚

કાયા કાચો કુંભ છે માથે અમીરસ નીર ઝરે.. હીરલો ખો મા તું હાથથી રે…

કહે તીલકદાસ શૂરા સંગ્રામે ને મરજીવા તો મોજ કરે રે જી‚

ધારણ બાંધો ધરમની તો નમતે ત્રાજવે તરે… હીરલો ખો મા તું હાથથી રે જી…

એવા ભજન કરો ભાવ થી – મૂળાભગત

એવા ભજન કરો ભાવ થી, બુડતી બેડી એની તારે – મુળાભગત

અનહદ લંગર બાજે ફકીર- કબીર – દયારામબાપુ

અનહદ લંગર બાજે ફકીર તોરે દરવાજે – કબીર – દયારામબાપુ

આરતી શ્રી રામની- મૂળાભગત

આરતી શ્રી રામની, શામળા ભગવાનની – સુદામા – સંધ્યા આરતી – મૂળાભગત

આરતી શ્રી રામની‚ શામળિયા ભગવાનની‚

દુવારકાના નાથની‚ સંતો ! બોલો સંધ્યા આરતી..

પરથમ ધણી આપે પ્રગટ્યા‚ પવન પાણી પંડ જી

રદા કમળમાં રાખજો સ્વામી ! ધરણી નવ નવ ખંડ.. સંતો !..

ગુરુ દાતા‚ પૂરણ પિતા મારો શામળો ભગવાન જી

સુદામાની આરતિ‚ પ્રભુ માની લેજો કાન…

સંતો બોલો સંધ્યા આરતી….