આવેલા હુકમ બંદા છોડો નગરી – કબીર – મુળા ભગત
આવેલા હુકમ બંદા છોડો નગરી – કબીર – મુળા ભગત
Audio Playerઆવેલા હુકમ બંદા છોડો નગરી – કબીર – મુળા ભગત
Audio Playerએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – હેમંત ચૌહાણ
Audio Playerએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – મુળા ભગત
Audio Playerએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી
Audio Playerએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – બાલકદાસ કાપડી
Audio Playerએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – દયારામ બાપુ
Audio Playerએવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;
એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…
એવી પ્રેમ કટારી લાગી…
શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚
શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;
એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…
એવી પ્રેમ કટારી લાગી…
માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚
પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;
એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…
એવી પ્રેમ કટારી લાગી…
હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚
સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;
એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…
મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…
એવી પ્રેમ કટારી લાગી…
પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;
અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;
એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…
એવી પ્રેમ કટારી લાગી…
સેવા મારી માની લેજો‚ સ્વામી રે સુંઢાળા રે‚ ગુણપતિ દેવા રે…ગોરખ – ગણપતી – મુળા ભગત
Audio Playerસેવા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚
પૂજા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે ;
ખોલો મારા રૂદિયાનાં તાળા‚ તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી…
જળ રે ચડાવું દેવા ! જળ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રે….
સેવા મારી માની લેજો…૦
ફુલડાં રે ચડાવું દેવા ! ફુલ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ ફુલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે….
સેવા મારી માની લેજો…૦
દૂધ રે ચડાવું દેવા ! દૂધ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ દૂધ ઓલ્યાં વાછરડે અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…૦
ચંદન ચડાવું દેવા ! ચંદન નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ ચંદન ઓલ્યા ભોરીંગે અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…૦
ભોજન ચડાવું દાતા ! ભોજન નથી રે ચોક્ખાં રે‚ હો જી…
ઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…૦
મછંદરનો ચેલો જતિ ગોરખ બોલ્યા રે‚ હો જી…
આ પદ ખોજે‚ સોઈ નર પાયા રે…
સેવા મારી માની લેજો…૦