Archive

Archive for the ‘સંતવાણી’ Category

વચન વિવેકી જે નરનારી પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન વિવેકી જે નરનારી પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન વિવેકી જે નરનારી પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વચન વિવેકી જે નરનારી પાનબાઈ ! તેને બ્રહ્માદિક લાગે પાય

જથારથ વચનની સાન જેણે જાણી, તેણે કરવું પડે નૈં બીજું કાંય…

વચન વિવેકી જે નર નારી…

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને, ઈ તો ગત રે ગંગાજી કહેવાય

એકમના થઈને આરાધ કરે તો તો, નકલંક પરસન થાય…

વચન વિવેકી જે નર નારી…

વચને થાપન અને વચને ઉથાપન, વચને મંડાય જો ને પાટ રે

વચનના પૂરા તે તો નહિ રે અધુરા, વચનનો લાવો જો ને ઠાઠ…

વચન વિવેકી જે નર નારી…

વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ, વચન છે ભક્તિ  કેરૂં  અંગ

ગંગાસતી એમ બોલિયાં રે, કરવો વચનવાળાનો સંગ…

વચન વિવેકી જે નર નારી…

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ… ગંગાસતી – કરસન સાગઠીયા

વીજળીને ચમકારે… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ ! અચાનક અંધારાં થાશે ;

જોત રે જોતામાં દિવસો વયા જાશે, એકવીશ હજાર છસોને કાળ ખાશે…

વીજળીને ચમકારે…

જાણ્યા જેવી આ તો અજાણ છે, ઈ તો અધૂરિયાંને ન કહેવાય ;

ગુપત રસનો ખેલ છે આ અટપટો ને, આંટી મેલો તો પૂરણ સમજાય…

વીજળીને ચમકારે…

નિરમળ થઈને આવો મેદાનમાં પાનબાઈ ! જાણી લિયો જીવની જાત ;

સજાતિ વિજાતિની જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી ભાત…

વીજળીને ચમકારે…

પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ ! તેનો રે દેખાડું તમને દેશ ;

ગંગાસતી એમ બોલિયાં રે, ત્યાં નહિ માયાનો જરીએ લેશ…

વીજળીને ચમકારે…

યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો ને… ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો ને, આદરો તમે અભ્યાસ રે

હરિ ભાળવા હોય તો હિંમત રાખો રે, જેનો પરિપૂરણ સરવેમાં વાસ રે.

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…

રજોગુણી તમોગુણી આહાર ન કરવો ને, સ્વપ્ને ન કરવી આશ રે

સત્વગુણી આહાર કાયમ કરવો રે, જેથી થાય બેઉ ગુણોનો નાશ રે…

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…

સત્વગુણમાં ભેદ છે મોટો રે, એક શુદ્ધ બીજો મિલન કે વાય રે

મલિન સત્વગુણનો ત્યાગ કરવો રે, ત્યારે પરિપૂરણ યોગી થાય રે…

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…

ભાઈ રે ! વિદેહ દશા તો એનામાં પ્રગટે, જે ત્રણે ગુણોથી થાશે પાર રે

ગંગાસતી એમ બોલિયાં રે, જેને લાગ્યો તુરીયાતીતમાં તાર રે…

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો…

અમર પ્યાલો મારા ગુરુજી એ પાયો – રવિરામ

અમર પ્યાલો મારા ગુરુજી એ પાયો – રવિરામ

અમ્મર પિયાલો મારા ગુરુજી એ પાયો,
મન મસ્તાન મે ફરૂં રે દીવાના ;
અમરાપુરની રે આશા કરો તો ,
છોડી દીયો તમે અભિમાના રામ … અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…૦
કીતના લંબા, કીતના ચોડા ?
કીતના હૈ બ્રહ્મકા અનુમાના
સોઈ સબદકા ભેદ બતા દો
ઓર છોડો કૂડા કૂડા જ્ઞાના રે… અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…૦
આભ સે ઊંચા હો પવન સે ઝીણા,
આગમ હૈ અપરંપારા રે
વધે ઘટે એને રાખે બરાબર
કાયમ વરતે કીરતારા રે … અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…૦
પતીજ વિનાના નર પંડિત કે વાણા,
મર ને વાંચે પોથી પાનાં રે
વરતી જેની વાળી વળે નહીં
મર ને પંડિત નામ ઠેરાણા રે… અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…૦
ભેદ વિનાના હો ઘરોઘ ર ભટકે
મુરખા લજાવે ઉજળા બાના રે
આપ ન સૂઝે ઈ તો પથરાને પૂજે
ઓર ધરાવે કૂડા કૂડા ધ્યાના રે… અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…૦
અબ નહીં આવું , મેં તો અબ નહીં જાવું
અબ નહીં ધરૂં કૂડા ધ્યાનાં રે
કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે
લિખ દિયા અમ્મર પરવાના રે… અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…૦

આનંદ ઘડી હેતે ભજવા હારી – રવિ સાહેબ – દલપત પઢિયાર

આનંદ ઘડી હેતે ભજવા હારી – રવિ સાહેબ – દલપત પઢિયાર

આનંદ ઘડી હેતે ભજવા હરિ, મારા સંતો !
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી..
પ્રેમના રે પિયાલા મારા, ગુરુજીએ પાયા રે ,
જોતાં રે જોતાં તો અમને વસ્તુ જડી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
રૂદિયા કમળમાં હુવા અંજવાળા રે
તખત ત્રિવેણી ઉપર જ્યોતું જલી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
સતનો શબદ મારા ગુરુએ સુણાવ્યો રે
નુરતે ને સુરતે મેં તો નીરખ્યા હરિ.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
કહે રવિરામ સંતો ! ભાણને પ્રતાપે રે
ગુરુના ભજનમાં મારી સુરતા ખડી.. મારા સંતો
અગમ આસન ઉપર સુરતા ચડી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦

ભેદ અગમ કા કહો ને સાધુ – રવિ સાહેબ – જેઠાભાઈ મકવાણા

ભેદ અગમ કા કહો ને સાધુ – રવિ સાહેબ – જેઠાભાઈ મકવાણા

દલ દરિયા મેં દેના મોતી લેના ગોતી – તોલરપરી રૂખડિયો

દલ દરિયા મેં દેના મોતી લેના ગોતી – તોલરપરી રૂખડિયો

દોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

દોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

એ જી ગુરુજી ગાઈએ મોરારનો મહિમા – દાસી જીવણ

એ જી ગુરુજી ગાઈએ મોરારનો મહિમા – દાસી જીવણ

એ જી મારે રામ ધણીનાં રખવાળા, ઉઘાડ્યા ગુરુ એ કુંચી રે વિનાનાં તાળા – જેઠાભાઈ મકવાણા

એ જી મારે રામ ધણીનાં રખવાળા, ઉઘાડ્યા ગુરુ એ કુંચી રે વિનાનાં તાળા – જેઠાભાઈ મકવાણા