એવો સિતાર બનાયો સારો – નાનક – કાવાભાઇ મકવાણા
એવો સિતાર બનાયો સારો – નાનક – કાવાભાઇ મકવાણા
એવો સિતાર બનાયો સારો – નાનક – કાવાભાઇ મકવાણા
હે જી રે મેં તો જોયું તખત પર જાગી, ઝાલરી રણઝણ વાગી – રવિ સાહેબ
જીવણ જીવને જ્યાં રાખીએ – ભીમ સાહેબ – જીવણભાઈ પ્રજાપતી
જીવણ ! જીવને જ્યાં રાખીએ રે… ભીમ સાહેબ – હેમંત ચૌહાણ
જીવણ ! જીવને જ્યાં રાખીએ , વાગે અનહદ તૂરા રે ,
ઝળહળ જ્યોતું ઝળહળે , વરસે નિરમળ નૂરા રે …
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
પાંચ તત્વ ને ત્રણ ગુણ છે , પચીસ પ્રકૃતિ વિચારી રે,
મંથન કરી લ્યો મૂળનાં, તત્વ લેજો એમાંથી તારી રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
ગંગા જમના ને સરસ્વતી રે , તરવેણી ને ઘાટે રે ,
સુખમન સુરતા રાખીએ , વળગી રહીએ ઈ વાટે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
અણી અગર પર એક છે, હેરો રમતાં રામા રે,
નિશ દિન નીરખો નેનમાં, સત પુરૂષ ઊભા સામા રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
અધર ઝણકારા હુઈ રિયા , કર વિન વાજાં વાગે રે,
સુરતા ધરીને તમે સાંભળો, ધૂન ગગનુંમાં ગાજે રે..
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
એવી નુરત સૂરતની રે સાધના, પ્રેમીજન કોક પાવે રે ,
અંધારું ટળે એનાં અંતરનું , નૂર એની નજરુંમાં આવે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
આ રે સંદેશો સતલોકનો રે , ભીમદાસે ભે યો રે,
પત્ર લખ્યો છે રે પ્રેમથી , જીવણ ! તમે લગનેથી લેજો રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
જીવણ કહે કામણ કરી ગયું કોઈ – દાસી જીવણ
કેવી રીતે સમજાવું ભૂલેલા મનને – કબીર
લાગ્યા કલેજે છેદ ગુરુના – રવિ સાહેબ – જેઠાભાઈ મકવાણા
લાગ્યા કલેજે છેદ ગુરુના – રવિ સાહેબ – અરજણ ભગત
લગા કલેજે છેદ ગુરુકા , વેદ ન જાણે એની વાતું…
પતિવ્રતા હોય નાર પદમણી , સોઈ જાણે પિયુકી વાતું,
વ્યભિચારિણી હીંડે વલખતી, અણ લેખે ખાવે લાતું…
લગા કલેજે છેદ ગુરુકા , વેદ ન જાણે એની વાતું…૦
તુટી પડે ધરણી આકાશા, સૂકાઈ જાયે સમદર સાતું,
તો હું ન બીછુવા હોય પિયાસે, નિરભે નેહ તણું નાતું…
લગા કલેજે છેદ ગુરુકા , વેદ ન જાણે એની વાતું…૦
પલ પલ મેરે પિયાજી કું નિરખું ,ખંડીત ન હોય દિવસ રાતું,
તીન ભવન મેં જાકા ઉજીયારા અહોનીશ વરસત હૈ સ્વાતું…
લગા કલેજે છેદ ગુરુકા , વેદ ન જાણે એની વાતું…૦
પ્રેમગલીમેં પિયા કું પામી , કોટિ સૂરજકી ન્યાં ક્રાંતુ,
પાપ પૂન્ય મિટ ગિયાં સજની, ભૂલી સરવે દૂજી ભ્રાંતું…
લગા કલેજે છેદ ગુરુકા , વેદ ન જાણે એની વાતું…૦
તાળી લાગી ભ્રમણા ભાંગી રે તારે તારે મિલિયું તાંતું,
કહે રવિદાસ મેં સખી સદગુરુ કી, મન ન દોડે હવે દૂજે ધાતું..
લગા કલેજે છેદ ગુરુકા , વેદ ન જાણે એની વાતું…૦
મેં અલેકિયા નામ સાહેબના, સતની જોળી કાંધે ધરી – દયાનંદ
મેં અહાલેકિયા પીર પછમ રા, સતની જોળી મારે કાંધે ધરી,
પીધો પિયાલો મેં તો લગન કરી, હો,
મેં અહાલેકિયા પીર પછમરા….૦
પાંચ રંગકા લિયા કપડા, શીત સંતોષ માંહે તાર ભરી,
પ્રેમને પડકારે જોળી નીકળી, જોળી હો ગઈ ખરેખરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦
પાંચ ફળિયાં, પચીસ મેડીયું, નવ દરવાજે જોયું ફરી,
ચાર પાંચ માંહે ખેલે જુગટીયા, ઉનકું મેલ્યા પરહરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦
ઓહમ અંચળા, સોહમ્ ચિપિયા, જ્ઞાન વિભૂતીમાં રેવું ભળી,
દશમે દરવાજે અલેક જગાવી, સારા શહેરમાં ખબરું પડી …
મેં અહાલેકિયા પીર પછમરા….૦
એક શબ્દ દીધો સાહેબજીએ, લીધો અલેકીયે લગન કરી,
દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે ચોરાશીમાં નાવું ફરી…
મેં અહાલેકિયા પીર પછમરા….૦
મૂળ રે વિનાનું કાયા ઝાડવું – રવિ સાહેબ – દલપત પઢિયાર
મૂળ રે વિનાનું કાયાં ઝાડવું જી રે, એ જી એને પડતાં નહીં લાગે વાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને પ્રેમનાં રે ખાતર પુરાવજો જી રે , એ એની પાળ્યો પહોંચી પિયાળ રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને સત્યનાં રે પાણીડાં સીંચાવજો જી રે,એ જી એની નૂરત સૂરત પાણીયારી રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને શીલ રે સંતોષ દોનું ફળ હુવા જી રે , એ જી ઈ તો અમર ફળ કહેવાય રે હાં..
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
ગુરુ ભાણને પ્રતાપે રવિ બોલિયા જી રે , પ્રભુને ભજો તો ઉતરો ભવપાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦