Archive

Archive for the ‘સંતવાણી’ Category

સત ગુરુ સાહેબ સહી કર્યા જેને પ્રેમ જ્યોતી પ્રકાશી રે – ભાણ સાહેબ

સત ગુરુ સાહેબ સહી કર્યા જેને પ્રેમ જ્યોતી પ્રકાશી રે – ભાણ સાહેબ

સદ્દગુરુ સાહેબ સઈ કર્યા જેણે પ્રેમ જ્યોતિ પરકાશી રે,
અખંડ જાપ આયો આતમ રો , કટી કાલકી ફાંસી ..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગગન ગરજીયા શ્રવણે સુણીયા મેઘ જ બારે માસી રે,
ચમક દામની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગેબ તણા ઘડીયારા વાગે દ્વૈત ગયા દળ નાસી રે,
ઝીલપણામાં ઝાલર વાગી ઉદય ભયા અવીનાશી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
મહી વલોયા માખન પાયા ધૂત તણી ગમ આસી રે,
ચાર સખી મીલ ભયા વલોણા અમર લોકકા વાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
સપ્ત દીપ ને સાયર નાહીં , નહીં ધરણી આકાશી રે ,
એક નિરંતર આતમ બોલે , સો વિધ વીરલા પાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા , દેખ્યા શ્યામ સુવાસી રે,
સ્વપ્ને ગયા ને સાહેબ પાયા, ભાણ ભયા સમાસી ..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦

સંતો ફેરો નામ ની માળા – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

સંતો ફેરો નામ ની માળા – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

સંતો ! ફેરો નામની માળા,
હે જી તેરા કટે જનમ જંજાળા… સંતો…
ગુરુગમ કેરી કૂંચી કર લે, કટે મોહકા તાળાં
ઈ તાળાંને દૂર કરો તો, ઘટ ભીતર અંજવાળાં… સંતો…
આ કાયામાં પરગટ ગંગા, શીદ ફરો પંથપાળા,
ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો, મત નાવ નદિયું નાળા.
આ દિલ ભીતર બુદ્ધિ સમુંદર, ચલત નાવ ચોધાર,
ઈ રે નાવમાં હીરલા માણેક, ખોજે ખોજનહારા… સંતો…
સમરણ કર લે, પ્રાશ્વિત કર લે, ચિત્ત મ કર તું ચાળા,
ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, હરદમ બોલે પ્યારા… સંતો…

મુંને ભેટયાં સતગુરુ ભાણા – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

મુંને ભેટયાં સતગુરુ ભાણા – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

મન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં – ભાણ સાહેબ

મન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં – ભાણ સાહેબ

મન ! તું રામ ભજી લે – ને રાણા,
તારે ગુણ ચોવિંદનાં ગાણાં…
ખોટી માયાની ખબર પડી નહીં, કળ વિનાના કુટાણા ;
જૂઠી માયાસે ઝઘડો માંડયો, બળ કરીને બંધાણા…
કૂડિયા તારે કામ નહીં આવે, ભેળા ન આવશે નાણાં ;
હરામની માયા હાલી જાશે, રહેશે દામ દટાણાં…
કૂણપ વિના નર કૂણા દીસે, ભીતર નહીં ભેદાણા ;
હરિ વિનાના હળવા હીંડે, નર ફરે નિમાણા…
સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નહીં ભીંજાણા ;
જળનું તો કાંઈ જોર ન ચાલે, પલળે નહીં ઈ પાણા…
પળી ફરી પણ વરતિ ન ફરી, બોલ નહીં બદલાણા ;
છબી ફરી પણ ચાલ ફરી નહી, ભ્રાંતિ ગઈ નહીં ભાણા…

જા મુખ સે સીયારામ ના સમર્યા – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

જા મુખ સે સીયારામ ના સમર્યા – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

જા મુખસેં સિયારામ ન સમર્યા,તા મુખમેં તેરે ધૂર પરી …
જા મુખસેં સિયારામ ન સમર્યા….૦
રામ નામ બિન રસના કેસી ! કર ઉનકી ટૂકડા ટૂકડી ,
જિન લોચન હરિ રૂપ ન નીરખ્યા, તા લોચન મેં લુણ ભરી ..
જા મુખસેં સિયારામ ન સમર્યા….૦.
રતન પદારથ મનુષ્ય જનમ હે, આવત નહીં કુછ ફેર ફરી ,
અબ તેરો દાવ પડયો હે મુરખ કરનાં હોય સો લેને કરી…
જા મુખસેં સિયારામ ન સમર્યા….૦
ધિક્ તેરો જનમ જીવન તેરો ધિક્ હે, ધિક્ ધિક્ મનુષ્યકી દેહ ધરી,
જીવત તાત મૂવે નહીં તેરા, કયું તું આયો ગેમાર ફરી…
જા મુખસેં સિયારામ ન સમર્યા….૦
પાંવ પસારી સુકૃત નવ કીનો,જપ તપ તીરથે ડગ ના ભરી,
ખીમ કહે નર આયો એસો જાયગો, વા કું ખાલી ખેપ પરી …
જા મુખસેં સિયારામ ન સમર્યા….૦

હે રામૈયા તોજા રંગ ઘણેરા – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

હે રામૈયા તોજા રંગ ઘણેરા – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

હો રામૈયા તોજા રંગ ઘણા રે, વારી વારી કુરબાન…
હો રામૈયા તોજા રંગ ઘણા રે…..૦
સોળસો ચોપીમાં રાસ રચ્યો રે, કેસર ભીનો કાન,
જિતે જેડો તિતે તેડો, મુંજો મનડો થ્યો મસ્તાન…
હો રામૈયા તોજા રંગ ઘણા રે…..૦
રાવણ મારી વિભિષણ થાપ્યો, હરણાકંસની હાણ
પ્રેહલાદની વ્હાલે પત રાખી , તો ગજ ગુણિકા વેમાન…
હો રામૈયા તોજા રંગ ઘણા રે…..૦
સુખ જો કરતા દુઃખ જો હરતા, નામે વડો નિશાન,
ભગત ઓધારણ ભૂધરો વા લો , મેટી ચારે ખાણ…
હો રામૈયા તોજા રંગ ઘણા રે…..૦
સંત ઓધારણ અસુર સંહારણ, વાલી લાગે તો વાણ,
ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, કબુવે ન કેં હાણ…
હો રામૈયા તોજા રંગ ઘણા રે…..૦

એક નિરંજન નામની સાથે મન બાંધ્યો રે મારો – ભાણ સાહેબ

એક નિરંજન નામની સાથે મન બાંધ્યો રે મારો – ભાણ સાહેબ

એક નિરંજન નામ સાથે, મન બાંધ્યો હે મારો રે,
ગુરુ પ્રતાપ સાધુકી સંગત, આયો ભવનો આરો રે…
એક નિરંજન…
ફૂડ કપટમાં કાંઈ નવ રાચ્યો, સતનો મારગ સાયો રે ;
ગુરુ વચનમાં જ્ઞાન કથીને, નિત ગંગામાં નાયો રે…
એક નિરંજન…
ઘટ પરકાશ્યા, ગુરુગમ લાધી, આવ્યો ચોરાશીનો છેડો રે ;
ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી, શિવે જીવ સમાણો રે…
એક નિરંજન…
જળ ઝાંઝવામાં કોઈ ન ભૂલો, જૂઠો જગત સંસારો રે ;
ભાણ કહે ભગવતને ભજીયેં, જેનો સકલ ભુવન પસારો રે…
એક નિરંજન…

બંસરી વાગે ઘેરી ઘેરી – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

બંસરી વાગે ઘેરી ઘેરી – ખીમ સાહેબ (કલ્યાણદાસ મેસવાણીયા)

જુઓ ને ગગનાં હેરી ત્યાં બંસરી બાજે ઘેરી ઘેરી…
તરવેણીમાં ટંકશાળ પડત હૈ, તા પર ઝીણી શેરી ,
અખર અજીતા આસન બેઠા, નગર બસાયા ફેરી…
કોઈ જુઓને ગગનમાં હેરી….૦
ઘડી ઘડીનાં ઘડીયાળાં વાગે, ઝીણી ઝીણી વાગે સૂર ઘંટેરી,
ઢોલ નગારાં શરણાયું વાગે, ધૂમ મચી હે ચો ફેરી…
કોઈ જુઓને ગગનમાં હેરી….૦
ગગન મંડળ મેં કર લે વાસા, વહાં હે જોગી એક લહેરી,
નૂરતે સુરતે નામ નીરખ લે , સુખમણા માળા ફેરી…
કોઈ જુઓને ગગનમાં હેરી….૦
સ્વાસ ઉચ્છવાસ દોનું નહીં પહોંચે , વહાં લે લાગી મેરી,
સતગુરુએ મું ને સાન બતાવી , જાપ હે અજપા કેરી…
કોઈ જુઓને ગગનમાં હેરી….૦
સાચા સતગુરુ નેણે નીરખ્યા, મીટ ગઈ રેન અંધેરી,
ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, અબ ચોટ નહીં જમ કેરી…
કોઈ જુઓને ગગનમાં હેરી….૦

જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા… (નરસિંહ મહેતા)

જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા… નરસિંહ – હેમંત ચૌહાણ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે…

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે… નરસિંહ – શક્તિદાન ગઢવી

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે

આવડી ધૂન મચાવે વ્રજમાં નહિ કોઈ પૂછણહાર રે…

જશોદા…

શીકું તોડયું ગોરસ ઢોળ્યું‚ ઉઘાડીને બાર રે ;

માખણ નો ખાદ્યું ઢોળી નાંખ્યું‚ માંકડાં હારોહાર રે…

જશોદા…

ખાંખા ખોળા કરતો હીંડે‚ બીવે નહીં લગાર રે‚

મહી મથવાની ગોળી ફોડી‚ એવા તે શું બાડ રે…

જશોદા…

વારે વારે કહું છું તમને‚ હવે નો રાખું ભાર રે‚

નત નત ઊઠી અમે કેમ સહીએ‚ વસીએ નગર મોજાર રે…

જશોદા…

મારો કાનજી ઘરમાં પોઢયો‚ ક્યાંય દીઠો નૈં બાર રે‚

દહીં દૂધનાં મારે માર ભર્યા છે‚ બીજે ન ચાખે લગાર રે…

જશોદા…

શાને કાજે મળીને આવી‚ ટોળે વળી દશ બાર રે ;

નરસૈયાનો સ્વામી સાચો‚ જૂઠી વ્રજની નાર તે…

જશોદા…