Archive

Archive for the ‘પ્રાણલાલ વ્યાસ’ Category

બેલીડા હાલો ને અંજાર… – (તોરલ – પ્રાણલાલ વ્યાસ)

બેલીડા હાલો ને અંજાર… – (તોરલ – પ્રાણલાલ વ્યાસ)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેં કાનુડા તોરી ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે…

મેં કાનુડા તોરી ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે… નરસિંહ – પ્રાણલાલ વ્યાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મૈં કાનુડા તોરી રે ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે‚

મૈં કાનુડા તોરી ગોવાલણ…૦

હરખેં મેં તો ઈંઢોણી લીધી‚ ભરવા હાલી હું તો પાણી રે‚

ગાગર ભરોંસે ગોળી લીધી‚ આરાની હું અજાણી રે…

મૈં કાનુડા તોરી ગોવાલણ…૦

ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚ દોહ્યાંની હું અજાણી રે‚

વાછરું ભરોંસે છોકરાંને બાંધ્યા‚ બાંધ્યા છે બહુ તાણી રે…

મૈં કાનુડા તોરી ગોવાલણ…૦

રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚ વલોવ્યાની હું અજાણી રે‚

નેતરાં ભરોંસે સાડી લીધી‚ દૂધમાં રેડયાં પાણી રે…

મૈં કાનુડા તોરી ગોવાલણ…૦

ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚ ઘેલી હું રંગમાં રે’લી રે

ભલે મળ્યા ભાખરના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે

મૈં કાનુડા તોરી ગોવાલણ…૦