Saint encyclopedia

ગુજરાતી સંત સાહિત્યના અભ્યાસ માટે જરૂરી સાલવારી

ડો.નિરંજન રાજ્યગુરુ

ઈ.સ.૧પ૩૯, વિ.સં.૧પ૯પ – નીલકંઠપૂરીનું નિર્વાણ.

ઈ.સ.૧પ૩૯, વિ.સં.૧પ૯પ – રૂગનાથપૂરી/રઘુનાથસ્વામી ઝીંઝુવાડાની જગ્યાના ગાદીપતિ થયા.

ઈ.સ.૧પ૬૯, વિ.સં.૧૬રપ – શ્રીસંપ્રદાયના જીવણદાસ લોહલંગરીએ ગોંડલમાં ધૂણો ચેતાવ્યો.

ઈ.સ.૧પ૮૯, વિ.સં.૧૬૪પ – રૂગનાથપૂરીનું નિર્વાણ.

ઈ.સ.૧પ૮૯, વિ.સં.૧૬૪પ – યાદવપૂરી ગાદીપતિ થયા.

ઈ.સ.૧૬૧ર, વિ.સં.૧૬૬૮ – સામંતસિંહજી (ષટ્પ્રજ્ઞ સ્વામી)નો જન્મ. અષાડ સુદ-૧પ ગુરૂવાર પિતા ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજજી, માતા ગંગાદેવી. તા.૧ર-૦૭-૧૬૧ર.

ઈ.સ.૧૬૧૬,વિ.સં.૧૬૭ર – આંબાજી (અમર ચૈતન્ય સ્વામી)નો જન્મ. પિતા યોગરાજ માતા ગંગાદેવી, બીજું નામ ભજનાનંદ.  સમાધિ ભેસાણ, જી.જૂનાગઢ

ઈ.સ.૧૬૧૯,વિ.સં.૧૬૭પ – પ્રણામી સંપ્રદાયના પ્રાણનાથ સ્વામીનો જન્મ : આસો વદી-૧૪ રવિવારે લોહાણા જ્ઞાતિમાં જામનગરના કેશવજી ઠક્કર તથા માતા ધનબાઈને ત્યાં. દીક્ષા ઈ.સ.૧૬૩૧માં, અવસાન ઈ.સ.૧૬૯પ.

ઈ.સ.૧૬૩૦,વિ.સં.૧૬૮૬ – ષટ્પ્રજ્ઞ સ્વામીને દીક્ષા યાદવપૂરી દ્વારા ઝીંઝુવાડામાં. ભાદરવા સુદ-પ, અઢાર વર્ષની ઉંમર… તથા આંબાજીને પણ દીક્ષા. ઋષિપંચમી, બુધવાર તા.૧૧-૦૯-૧૬૩૦.

ઈ.સ.૧૬૩૪,વિ.સં.૧૬૯૦ – યાદવપૂરીનું નિર્વાણ ઝીંઝુવાડા ઝીલકેશ્વર કુંડની પાસે.

ઈ.સ.૧૬૩૪,વિ.સં.૧૬૯૦ – ષટ્પ્રજ્ઞચૈતન્યપૂરી રર વર્ષની વયે દૂધરેજ આશ્રમની ગુરુ ગાદીએ બિરાજ્યા, છઠાબાવાના નામે ઓળખાયા. શિષ્યો  લબ્ધરામ, ભાણ, કનૈયાદાસ, ધ્યાનદાસ.

ઈ.સ.૧૬પપ,વિ.સં.૧૭૧૧ – અમરેલીના સંત મૂળદાસજીનો જન્મ આમોદરા ગામે. સોરઠિયા લુહાર જ્ઞાતિમાં કરસનદાસજી વાઘેલા અને માતા ગંગાબાઈને ત્યાં કારતક સુદ-૧૧ સોમવારે.

ઈ.સ.૧૬૬૭,વિ.સં.૧૭ર૩ – કચ્છના સંત કવિ મેકરણ ડાડાનો જન્મ, નાની ખોંભડી ગામે. ભટ્ટી રજપૂત હરધોળજીને ત્યાં પબાંબાઈની કૂખે. સંવત ૧૭ર૩ આસો સુદ-૧૦ વિજયાદશમી ને, સોમવારે, સવારે સ્વાતિ નક્ષત્રે શુભ ચોઘડીએ. ગુરુ-ગાંગોજી કાપડી.સમાધી : ૬૩ વર્ષની વયે  ઈ.સ.૧૭૩૦ વિ.સં. ૧૭૮૬.

ઈ.સ.૧૬૭૩,વિ.સં.૧૭ર૯ – પ્રાણનાથ સ્વામી દ્વારા સુરત મુકામે ગાદીની સ્થાપના…

ઈ.સ.૧૬૭૭,વિ.સં.૧૭૩૩ – ખંભાલિડા જગ્યામાં હસ્તપ્રત. જેમાં ભર્તુહરિ કૃત નીતિ, શૃંગાર, વૈરાગ્ય શતક, ટીકા સાથે તથા ભાનુ પંડયા કૃત રસ મંજરીગ્રંથ.  આ હસ્તપ્રતમાં મોરારસાહેબની સહી છે.

ઈ.સ.૧૬૯૮,વિ.સં.૧૭પ૪ – ભાણસાહેબનો જન્મ. મહા સુદ તા.ર૧-૦૧-૧૬૯૮ મંગળવારે લોહાણા જ્ઞાતિમાં પિતા કલ્યાણજી ઠક્કર અને માતા અંબાબાઈને ત્યાં કનખિલોડ ગામે. વારાહીના વતની.  વારાહી રાધનપુરથી૧૮ કિ.મી.  સમાધિ ઈ.સ.૧૭પપ વિ.સં.૧૮૧૧.

ઈ.સ.૧૭૧૦,વિ.સં.૧૭૬૬ – ભાણસાહેબે બાર વર્ષની વયે ષષ્ટમદાસજી પાસે કંઠી બંધાવી.

ઈ.સ.૧૭૧૮,વિ.સં.૧૭૭૪ – ભીમસાહેબનો જન્મ ચૈત્ર સુદ-૯ ને બુધવારે આમરણ ગામે. બાવળફાડ અવટંકના ગરો બ્રાહ્મણ જ્ઞાતિમાં. રામનવમી ને શનિવાર.

ઈ.સ.૧૭૧૮,વિ.સં.૧૭૭૪ – પ્રીતમદાસનો જન્મ ચૂડા (રાણપુર) ગામે બારોટ જ્ઞાતિમાં પિતા પ્રતાપસિંહ અને માતા જેકુંવરબાઈને ત્યાં ચૂડાને ત્યાં રઘુનાથજીના મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનંદી સાધુ તરીકે નાની ઉંમરમાં જ દીક્ષા લીધી અને ઈ.સ.૧૭૬૧ વિ.સં. ૧૮૧૭માં સંદેસર ગામે આવી નિવાસ કર્યો. અવસાન ઈ.સ.૧૭૯૮, વિ.સં.૧૮પ૪ વૈશાખ વદ-૧ર મંગળવાર.

ઈ.સ.૧૭૧૯, વિ.સં.૧૭૭પ – ત્રિકમસાહેબનો જન્મ રામવાવ (કચ્છ વાગડ) ગામે ગરોડા જ્ઞાતિમાં. અન્ય વિગત મુજબ વિ.સં.૧૭૮ર શ્રાવણ વદી-૮ સોમવાર તા.૦પ-૦૮-૧૭ર૬.

ઈ.સ.૧૭ર૪,વિ.સં.૧૭૮૦ – ભાણસાહેબના વિવાહ આસો સુદ-પ મંગળવારે વારાહી ગામે.મેઘજી ઠક્કરનાં દીકરી ભાણબાઈ સાથે તા.રર-૦૯-૧૭ર૪ શુક્રવારે.

ઈ.સ.૧૭ર૭, વિ.સં.૧૭૮૩ – રવિસાહબનો જન્મ મહા સુદ-૧પ ગુરુવારે તા.૦૬-૧ર-૧૭ર૭ વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં મંછારામ ઈચ્છાબાઈ ને ત્યાં આમોદ તાલુકાના તણછા ગામે. (અન્ય મતે વૈશાખ સુદ-૧પ ગુરુવાર)

ઈ.સ.૧૭ર૮,વિ.સં.૧૭૮૪ – આપા દાનાનો જન્મ એમના મોસાળ ગરમલી ગામે.

ઈ.સ.૧૭ર૯,વિ.સં.૧૭૮પ – ભાણ સાહેબ શેરખી ગામે જગ્યા બાંધી. ૩૧ વર્ષની ઉંમરે, પોતાના મોટાભાઈ શિષ્ય કાનદાસ તથા ભાભી કુંવરબાઈને શેરખીની જગ્યા સોંપી પોતે વારાહી ગામે રહ્યા. પ્રથમ શિષ્ય કુંવરજી…  શેરખીની ગાદીએ ભાણ સાહેબ દેવ થયા પછી સં.૧૮૧૧માં રવિ સાહેબ બિરાજ્યા અને રાપરની ગાદીએ ગંગ સ્વામી તથા પાટણની ગાદીએ લાલ સ્વામી આવ્યા.

ઈ.સ.૧૭૩૦,વિ.સં.૧૭૮૬ – ષટ્પ્રજ્ઞ સ્વામીનું નિર્વાણ ચૈત્ર વદી અમાસ ૧૧૮ વર્ષનું આયુષ્ય ભોગવી. ભાણ સાહેબની ૩ર વર્ષની વયે ગુરુને દેહાવસાન. દૂધરેજની ગુરુ ગાદીએ લબ્ધરામજી/લાધાજી આવ્યા. તા.૧૭-૦૪-૧૭૩૦.

ઈ.સ.૧૭૩૦,વિ.સં.૧૭૮૬ – કચ્છના સંતમેકરણ ડાડાએ અગિયાર ભક્તો સાથે જીવતાં સમાધિ લીધી. આસો સુદ ૧૪ શનિવાર. (૧) ગિરનારી સંત મયાગરજી (ર) માતા લીરબાઈ (૩) કાંધા આહીર (૪) વીઘા આહીર (પ) કાંથડ સુથાર (૬) સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી ગણપત(ભૂજના) (૭) સાધુ સુંદરદાસજી (૮) ઠાકોર મોકાજી (બૈયાં) (૯) જાડા ખીંયરાંજી  લેરિયા  (૧૦) કડિયા કાનજી (નાગલપુર) (૧૧) પ્રેમાંબા, (તથા ગધેડો લાલિયો અને કૂતરો-મોતિયો પાછળથી (૧) હીરો/ગરવો હરિજન (લોડાઈમાં) (ર) વાઘોજી રામપોતરો (વિજયાસર) (અન્ય મત મુજબ વિ.સં.૧૭૮૬ ચૈત્ર વદી-૧૪ શનિવાર તા.૦૧-૦૪-૧૭૩૦)

ઈ.સ.૧૭૩૪,વિ.સં.૧૭૯૦ – ખીમસાહેબનો જન્મ શેરખી ગામે.

ઈ.સ.૧૭૪૧,વિ.સં.૧૭૯૭ – લાલ સાહેબ (રવિ સાહેબના શિષ્ય)નો જન્મ લોહાણા જ્ઞાતિમાં, પિતા મનહરદાસ અને માતા લક્ષ્મીબાઈને ત્યાં પાટણ ગામે.

ઈ.સ.૧૭૪૮,વિ.સં.૧૮૦૪ – રવિ સાહેબે ભાણ સાહેબ પાસે દીક્ષા લીધી. અન્ય નોંધાયેલ સમય સં.૧૮૦૯ મહાસુદી-૧૧ બુધવાર તા.૧૪-૦ર-૧૭પ૩ ખરેખર ભૂલ ભરેલો છે. બંધારપાડા ગામે.

ઈ.સ.૧૭૪૯,વિ.સં.૧૮૦પ – કચ્છના રાવ દેશળજી દ્વારા કુમારશ્રી લખપતજીના આયોજનમાં ભુજમાં સવરામંડપ, વૈશાખ સુદી-૧ થી ૧૦ સુધી. જેમાં ભાણસાહેબ લબ્ધરામજીની વિનંતિથી પ્રતિનિધિ તરીકે ભુજ ગયેલા. શિલાલેખ નોંધ ‘પથિક’ ગુજ.ઈતિ.પરિષદ વિશેષાંક ઈ.સ.૧૯૭૪.

ઈ.સ.૧૭પ૦,વિ.સં.૧૮૦૬ – દાસી જીવણનો જન્મ. ઘોઘાવદર (તા.ગોંડલ) ગામે ચમાર જ્ઞાતિમાં જગા દાફડા અને માતા શામબાઈને ત્યાં. ત્યારે ભાણ સાહેબની ઉંમર પર વર્ષની, રવિની ર૩ વર્ષની, ભીમની ૩ર વર્ષની.

ઈ.સ.૧૭પર,વિ.સં.૧૮૦૮ – શેરખી ગામે રવિ સાહેબ દ્વારા ‘ગુરુ મહિમા’ ગ્રંથની રચના. જેઠ સુદ-૧૪ (૭૦ ચોપાઈ × ૧ર સાખીમાં – સાત વિશ્રામની રચના.)

ઈ.સ.૧૭પપ,વિ.સં.૧૮૧૧ – રવિ સાહેબ દ્વારા ‘બોધચિંતામણી’ રચના. મહા સુદ-પ અથવા મહા વદ-પ આમરણની હસ્તપ્રતમાં છે. દા.જી.ની રચનાઓ સાથે  જેમાં ભાણ ગુરુની કૃપા થઈ એવો ઉલ્લેખ, એ પછી બે મહિને ભાણસાહેબ સમાધિ લીધી.

ઈ.સ.૧૭પપ,વિ.સં.૧૮૧૧ – ભાણ સાહેબે સમાધિ લીધી. કમીજલા તા.વિરમગામ  ગામે ચૈત્ર સુદ-૩ (રવિવાર  ગુરુવાર તા. ૧૬-૦૩-૧૭પપ). પ૭ વર્ષની વયે  રવિ સાહેબ કૃત ‘ભાણપરચરિ’ (પ્રઅકાશિત) મુજબ વિ.સં.૧૮૧રમાં સમાધિ) હ.પ્ર.ખંભાલિડા જગ્યામાં.. જેમાં ‘અબ સૂનો સવંત અષ્ટાદશ બાહારે, સ્વામી કછેલાં રમન સિધારે.’ ભાણસાહેબ ૧૮૧૨માં કચ્છમાં ગયેલા એવો સંદર્ભ મળે છે.

ઈ.સ.૧૭પપ,વિ.સં.૧૮૧૧ – નથુરામે ત્રિકમ સાહેબ પાસે બોધ લીધો.

ઈ.સ.૧૭પ૮,વિ.સં.૧૮૧૪ – મોરાર સાહેબનો  થરાદના માનસિંહજી વાઘેલા  જન્મ. અન્ય મત મુજબ (૧) વિ.સં.૧૭૭૪ ઈ.સ.૧૮૩૦ (ર) ઈ.સ.૧૭૬૧ વિ.સં.૧૮૧૭. દીક્ષા : ર૧ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯ વિ.સં.૧૮૩પ. ‘ચિંતામણી’ રચના ૬૧ વર્ષે ઈ.સ.૧૮૧૯/વિ.સં.૧૮૭પ (એક હસ્તપ્રતમાં સં.૧૯ પંચમોતરો કહી અને નભમાસ આસો માસ ૧પ મંગળવાર તા.૦ર-૧૦-૧૮૪૯નો ચિંતામણીનો રચનાસમય મોહનપુરી ગોસ્વામીને મળે છે પણ એ સમય શંકાસ્પદ છે. કારણ કે ઓગણીસ પચમોતરો (૧૯૦પ) નહીં પરંતુ અઢાર પચલોતરો જોઈએ. અન્ય હસ્તપ્રતોમાં આ જ રચના વિ.સં.૧૮૭૫માં રચાઇ હોવાના પ્રમાણો મળે છે. વિ.સં.૧૯૦પમાં તો અવસાન. વિ.સં.૧૯૦પ ઈ.સ.૧૮૪૯ ચૈત્ર સુદ-ર. (૯૧વર્ષનુંઆયુષ્ય.)

ઈ.સ.૧૭પ૮,વિ.સં.૧૮૧૪ – જીવા ભગત ખત્રીનો જન્મ ટંકારા ગામે.

ઈ.સ.૧૭પ૯,વિ.સં.૧૮૧પ – દૂધરેજ મહંત લબ્ધરામજીનું નિધન.

ઈ.સ.૧૭૬૩,વિ.સં.૧૮૧૯ – રવિ સાહેબ કૃત ‘બારમાસી’ રચના મહા સુદ-૧૧.

ઈ.સ.૧૭૬૪,વિ.સં.૧૮રર – રવિ સાહેબ કૃત ‘બોધ ચિંતામણી’ શેરખી ગામે વિ.સં.૧૮ર૦ આસો સુદ રચના પૂર્ણ કરી તા.૩૦-૦૯-૧૭૬૪ રવિવારે.

ઈ.સ.૧૭૬૬,વિ.સં.૧૮રર – સંદેસરમાં પ્રીતમદાસજી કૃત ‘કક્કા’ ચૈત્ર સુદ-૭ સોમવાર (અન્ય સંદર્ભ ઈ.સ.૧૭૭૬, વિ.સં.૧૮૩ર ચૈત્ર સુદ-૭ સાહિત્યકોશ મુજબ) અન્ય રચનાઓ (૧) ઈ.સ.૧૭૭૩/વિ.સં.૧૮ર૯ શ્રાવણ સુદ-૭ ‘જ્ઞાનમાસ’ (ર) ઈ.સ.૧૭૭પ/વિ.સં.૧૮૩૧ ‘સરસગીતા’ (૩) ઈ.સ.૧૭૮પ/વિ.સં.૧૮૪૧ ‘જ્ઞાન ગીતા’.

ઈ.સ.૧૭૬૮,વિ.સં.૧૮ર૪ – ખીમ સાહેબ કૃત ‘ચિંતામણી’ ચૈત્ર સુદ-૭ ગુરુવારે તા.ર૪-૦૩-૧૭૬૮ (૬૭ કડીની રચના, ચાર સખી અને ૬૩ ચોપાઈ, દ્વારકા, ગોમતી, શંખોદ્ધાર, માધવપુરની યાત્રા વખતની રચના.) ગુ.સા.કોશ મુજબ ‘ચિંતામણી’ રચના ઈ.સ. ૧૭૭૦ વિ.સં.૧૮ર૬ ચૈત્ર સુદ-૭ ગુરુવાર.

ઈ.સ.૧૭૬૯,વિ.સં.૧૮રપ – પાળિયાદના આપા વિસામણનો જન્મ મહાસુદ-પ તા.૧૩-૦ર-૧૭૬૯ સોમવાર.

ઈ.સ.૧૭૭૧,વિ.સં.૧૮ર૭ – રવિસાહેબકૃત ‘બારમાસી’ શ્રાવણસુદ-૧૧ તા.ર૦-૦૮-૧૭૭૧ મંગળવાર.

ઈ.સ.૧૭૭ર,વિ.સં.૧૮ર૮ – જામનગર મુકામે આણદાબાવાનું નિર્વાણ ૯૯ વર્ષની ઉંમરે.

ઈ.સ.૧૭૭ર,વિ.સં.૧૮ર૮ – રવિસાહેબ દ્વારા આઠ અધ્યાયમાં ‘મનઃસંયમ’ ગ્રંથની બ્રહ્મપ્રકાશ ટીકા, મહા સુદી ૧૧ શનિવાર તા.૧પ-૦ર-૧૭૭ર શેરખી ગામે. કમીજલા હસ્તપ્રત નં.૧ પૃ.૧૦ર, હસ્તપ્રત લે.સં.૧૮૯૪ અષાડ સુદ ૧૦ સોમવારે મૂળપ્રત ઉપરથી બ્રાહ્મણગામ મધ્યે લહિયા અમથા બેચરદાસ દ્વારા.

ઈ.સ.૧૭૭૪,વિ.સં.૧૮૩૦ – શેરખી મુકામે જગજીવન કૃત ‘મણિ રત્નમાલા’ ગ્રંથની રચના વિ.સં. ૧૮૩૦. હસ્તપ્રત ખંભાલિડા.

ઈ.સ.૧૭૭પ,વિ.સં.૧૮૩૧ – ‘રવિરામગીતા’ સંસ્કૃત ગ્રંથની રચના, ચૈત્ર સુદ ૮ શનિવાર તા.૧પ-૦ર-૧૭૭ર શેરખી ગામે આપેલ ઉપદેશ. જેની ટીકા વિ.સં.૧૯૪૯ ચૈત્ર સુદ-૮ (પ્રકાશિત રાધિકાદાસજી દ્વારા થઈ છે. ૭ અધ્યાયમાં ‘શ્રી ધર્મોપ્રદેશ’ના નામે. શેરખી તા.વડોદરા પ્રકાશન  વિજયાદશમી વિ.સં.૧૯૪૯.

ઈ.સ.૧૭૭૬,વિ.સં.૧૮૩ર – નથુરામ દ્વારા રાધનપુરમાં જગ્યા બાંધવામાં આવી. જેમણે ખીમ સાહેબ પાસે વિ.સં.૧૮૩૯માં દીક્ષા લીધેલી અને રાધનપુરમાં મંડપ કરેલો. અન્ય વિગત મુજબ વિ.સં.૧૮૪૦માં ત્રિકમ પાસે ખીમ સાહેબે નથુરામને ભેખ અપાવ્યો. બોધગુરુ ત્રિકમ, ભેખગુરુ, ખીમ સાહેબ.

ઈ.સ.૧૭૭૭,વિ.સં.૧૮૩૩ – ભીમદાસ કૃત ‘ભીમગીતા’ ૧રર છંદોમાં અપૂર્ણ ગ્રંથ હસ્તપ્રત ખંભાલિડા.

ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩પ – મોરાર સાહેબ ર૧ વર્ષની વયે શેરખીમાં રવિ સાહેબ પાસે દીક્ષા લીધી.

ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩પ – મૂળદાસજીએ અમરેલીમાં ૧ર૪ વર્ષની વયે સમાધિ લીધી.

ઈ.સ.૧૭૮૧,વિ.સં.૧૮૩૭ – ખીમસાહેબે રવિસાહેબની આજ્ઞાથી રાપર ‘દરિયા સ્થાન’માં જગ્યા બાંધી. ૪૭ વર્ષની ઉંમરે. અન્ય સંદર્ભ મુજબ ખીમ પુત્ર (રવિ શિષ્ય) ગંગારામે વારાહીનું પાણી અગરાજ કરી સં.૧૮૩૭માં દરિયા સ્થાન રાપરમાં નિવાસ કરેલો અને ખીમ પાછળથી રાપર આવેલા.

ઈ.સ.૧૭૮ર,વિ.સં.૧૮૩૮ – રવિ સાહેબ કૃત ‘રામગુંજાર ચિંતામણી’ જેઠ સુદ-૧૧ તા.ર૩-૦પ-૧૭૮ર પેટલાદ આવ્યા ત્યારે (હસ્તપ્રત કમીજલા લે.સં.૧૮૯૧ અષાડ વદી અમાસ, લહિયા-અમથા બેચરદાસ  બ્રાહ્મણગામ.)

ઈ.સ.૧૭૮૩,વિ.સં.૧૮૩૯ – ખીમ સાહેબના શિષ્ય અને ત્રિકમ સાહેબના ભાણેજ નથુરામ દ્વારા ચૈત્ર સુદ ૧પ ના રોજ રાધનપુર મુકામે મંડપ. જેમાં ખીમ સાહેબ  દ્વારા નથુરામને દીક્ષા. ત્રિકમ સાહેબની હાજરી, ત્રિકમ તથા ખીમસાહેબને પ૦ રૂપિયા પહેરામણી..

ઈ.સ.૧૭૮૪,વિ.સં.૧૮૪૦ – ભીમસાહેબ કૃત ‘ચિંતામણી’ ચૈત્ર સુદ ૮ મંગળવાર તા.૧૩-૦૪-૧૭૮૪ હસ્તપ્રત આમરણ.

ઈ.સ.૧૭૮૬,વિ.સં.૧૮૪ર – મોરાર સાહેબ દ્વારા ખંભાલિડા ગામે જગ્યાની સ્થાપના શિલાલેખ વિ.સં.૧૮૪૩ નો છે.

ઈ.સ.૧૭૮૯,વિ.સં.૧૮૪પ – લક્ષ્મી સાહેબની સમાધિ. (ત્રિકમ સાહેબના ભત્રીજા.) ચિત્રોડની ત્રિકમ સાહેબની જગ્યાના ગાદીપતિનું નિર્વાણ, વિ.સં.૧૮૪પ કારતક સુદ ૮ શુક્રવારે, ચિતોડમાં સમાધિ લીધી. ત્રિકમના અવસાન પહેલાં   ત્રિકમ સાહેબની હાજરીમાં લક્ષ્મીસાહેબે મંડપ કરેર્લો.

ઈ.સ.૧૭૯ર,વિ.સં.૧૮૪૮ – પ્રેમસાહેબનો જન્મ, પોષ વદી બીજ. કોટડા સાંગાણી ગામે કડિયા જ્ઞાતિમાં. પિતા : પદમાજી, માતા : સુંદરબાઈ. એ વખતે દાસી જીવણની ઉમર ૪ર વર્ષની. દા.જી.ની સમાધિ પછી ૩૮ વર્ષ જીવ્યા. અવ. ઈ.સ.૧૮૬૩, વિ.સં.૧૯૧૯માં રાજકોટ ગામે..

ઈ.સ.૧૭૯ર,વિ.સં.૧૮૪૮ – ભીમસાહેબે શ્રાવણ સુદ ૧ ના દિવસે આરાધ કર્યો ને આમરણમાં દુષ્કાળ હોવા છતાં વરસાદ વરસ્યો.

ઈ.સ.૧૭૯૪,વિ.સં.૧૮પ૦ – લાલસાહેબ (રવિ શિષ્ય) દ્વારા પ૩ વર્ષની વયે ‘પ્રાણસાંકળી’ રચના વિ.સં.૧૮પ૦.

ઈ.સ.૧૭૯૮,વિ.સં.૧૮પ૪ – પ્રીતમદાસજીનું નિર્વાણ. વૈશાખ વદી ૧ર મંગળવાર, સંદેસર ગામે.

ઈ.સ.૧૭૯૯,વિ.સં.૧૮પપ – રવિસાહેબ દ્વારા ‘સિદ્ધાંત પ્રકાશ’ ગ્રંથની રચના પોષ સુદ ૧પ મંગળવાર તા.ર૧-૦૧-૧૭૯૯.

ઈ.સ.૧૮૦૦,વિ.સં.૧૮પ૬ – જલારામનો જન્મ. વિરપુર પાસેના ચરખડી ગામે, લોહાણા જ્ઞાતિમાં.

ઈ.સ.૧૮૦૧,વિ.સં.૧૮પ૭ – ધરમશી ભગત (મોરાર શિષ્ય)નો જન્મ જોડિયા, લોહાણા જ્ઞાતિમાં, (જે જલારામનો વેવાઈ હતા.)

ઈ.સ.૧૮૦૧,વિ.સં.૧૮પ૭ – સહજાનંદ સ્વામી નીલકંઠવર્ણી રૂપે સૌરાષ્ટ્રમાં આવ્યા.

ઈ.સ.૧૮૦૧,વિ.સં.૧૮પ૭ – ખીમસાહેબ સમાધિ રાપર દરિયાસ્થાનમાં ૬૭ વર્ષની વયે. ગંગારામ રાપરની ગાદીએ આવ્યા.

ઈ.સ.૧૮૦ર,વિ.સં.૧૮પ૮ – ત્રિકમસાહેબ-સમાધિ. દેહ ત્યાગ ચિત્રોડમાં-સમાધિ-રાપર. ત્રિકમની સમાધિ પછી ચિત્રોડમાં લક્ષ્મીસાહેબ ગાદીએ (અન્ય સંદર્ભે ત્રિકમ અવસાન વિ.સં.૧૮પ૭, ૭પ વર્ષની વયે ૧૬-૦૩-૧૮૦૧ ચૈત્ર સુદ-ર) (ર) સં.૧૮૯ર શ્રાવણવદી ૮ (૩) ચિત્રોડમંદિરના પગલાં ઉપર લેખ ૧૮૯૧ (૪) સં.૧૮૭પ.

ઈ.સ.૧૮૦૪,વિ.સં.૧૮૬૦ – રવિ સાહેબ સમાધિ ૭૭ વર્ષની વયે. વાંકાનેરમાં દેહત્યાગ. સમાધિ ખંભાલીડા ગામે. રવિ સમાધિ કારતક સુદ ૧૧ વિ.સં. ૧૮૬૦ (જીવાભગત કૃત ‘રવિપરચરી’ મુજબ રવિ સાહેબના શિષ્ય મહીકાંઠાના કાનજીભગતને ત્યાં રવિના આશીર્વાદે રામ અને કેશવ નામના બે પુત્રો. એક દીકરો રામ ગુરુચરણે સમર્પિત. જે રવિનો ઉત્તરાધિકારી બન્યો. રામને સં.૧૮૬૦ ઈ.સ.૧૮૦૪માં શેરખીની ગાદી સોંપી રવિસાહેબ સમાધિ લેવા ખંભાળિયા તરફ ગયા.

ઈ.સ.૧૮૦૬,વિ.સં.૧૮૬ર – ભીમસાહેબ કૃત ‘ગુરુ-શિષ્ય ગોષ્ઠી’ ગુરુમહિમા. ફાગણ માસની અમાસે તા.ર૦-૦૩-૧૮૦૬ ગુરુવાર ભવનાથને મેળે. હસ્તપ્રત આમરણ (એ જ હસ્તપ્રતમાં ખીમસાહેબ કૃત ‘ચિંતામણી’ની નકલ છે. હસ્તપ્રત લેખન ઈ.સ.૧૮૧પ/વિ.સં.૧૮૭૧)

ઈ.સ.૧૮૦૮,વિ.સં.૧૭૬૪ – પાળિયાદના આપા વિસામણની વિદાય માગશર સુદ ૭ મંગળવાર તા.૦પ-૦૧-૧૮૦૮.

ઈ.સ.૧૮૧૮,વિ.સં.૧૮૭૪ – રવિસાહેબ કૃત અંગ કવિત વગેરે રચનાઓની કમીજલા જગ્યામાં હસ્તપ્રત. લેખન ફાગણ વદી-૩ બુધવાર, લહિયા બ્રાહ્મણ ગોંવિંદરામ. સામરાઈ ગામે.

ઈ.સ.૧૮૧૯,વિ.સં.૧૮૭પ – મોરાર સાહેબ કૃત ‘ચિંતામણી’ ૬૧ વર્ષની વયે રચનાનું સર્જન.

ઈ.સ.૧૮રર,વિ.સં.૧૮૭૮ – ચલાલાના આપા દાનાનું અવસાન પોષ સુદ ૧૧ શનિવાર તા.૧૯-૦૧-૧૮રર.

ઈ.સ.૧૮ર૪,વિ.સં.૧૮૮૦ – ગારિયાધારના વાલમરામ ભોજાભગતના શિષ્ય  જન્મ જેઠ સુદ ર તા.ર૮ ૦૬ ૧૮ર૪ કાંત્રોડિયા કણબી જ્ઞાતિમાં. પિતા લવજી નારાયણ, માતા જબાઈ.

ઈ.સ.૧૮ર૪,વિ.સં.૧૮૮૦ – નારાયણદાસજીનો જન્મ. કનેસરા ગામે. અવસાન ઈ.સ.૧૯૦૧.

ઈ.સ.૧૮રપ,વિ.સં.૧૮૮૧ – ભીમસાહેબે આમરણમાં સમાધિ લીધી. ચૈત્ર વદી-૧૩ બુધવાર તા.૧૭ ૩ ૧૮રપ.

ઈ.સ.૧૮રપ,વિ.સં.૧૮૮૧ – દાસી જીવણે સમાધિ લીધી. આસો વદી અમાસ દીવાળીના દિવસે. તા.૧૦-૧૧-૧૮રપ. ૭પ વર્ષની ઉંમરે. ઘોઘાવદરમાં. ગુરુ ભીમસાહેબની  વિદાય પછી છ મહિને.

ઈ.સ.૧૮ર૬,વિ.સં.૧૮૮ર – વિશ્રામસાહેબનો જન્મ. કોટડાસાંગાણી ગામે, પ્રેમસાહેબને ત્યાં, માતા : મલુબાઈ.

ઈ.સ.૧૮ર૭,વિ.સં.૧૮૮૩ – ગંગારામ/ગંગસાહેબ સમાધિ. (મોરાર સાહેબની હાજરીમાં) ખીમ પુત્ર/રવિ શિષ્ય ગંગારામ જે વિ.સં.૧૮પ૭માં ખીમની સમાધિ પછી રાપરની ગાદીએ આવેલા. ગંગારામે પોતાના ભાઈ મલુકદાસ અંજાર ના પૌત્ર સુંદરદાસને ગાદી વારસ બનાવેલા. આ સુંદરદાસજીએ રવિ સાહેબ સાથે તીર્થયાત્રાઓ કરેલી. અને મોરારસાહેબના કહેવાથી ‘ભાણ પરચરી’ના છેલ્લા ચાર વિશ્રામ ‘રવિ ચરિત્ર’ના સુંદરદાસજીએ લખેલા.

ઈ.સ.૧૮૩૩,વિ.સં.૧૮૮૯ – લાલ સાહેબ રવિ શિષ્ય ની સમાધિ. પાટણ મુકામે ૯ર વર્ષે.

ઈ.સ.૧૮૩૯,વિ.સં.૧૮૯પ – જસુરામ કૃત ‘રાજનીતિ’ કૃતિની નકલ સાધુ દુર્લભરામ – (મોરાર શિષ્ય) માટે. અડવાણા/મકવાણા ગામે ભાણજી દેવજીએ પ્રત લખી. માગશર વદી-૧૪ એ જ હસ્તપ્રતમાં દુર્લભરામ કૃત ગુરુ વંશાવળી છે. હસ્તપ્રત ખંભાલીડા જગ્યામાં.

ઈ.સ.૧૮૪૮,વિ.સં.૧૯૦૪ – જામનગર મુકામે જામ રણમલ દ્વારા મંડપ.

ઈ.સ.૧૮૪૯,વિ.સં.૧૯૦પ – હોથી – (મોરાર શિષ્ય)નું અવસાન.

ઈ.સ.૧૮૪૯,વિ.સં.૧૯૦પ – મોરાર સાહેબ દ્વારા જીવતાં સમાધિ ૯૧ વર્ષની વયે ચૈત્ર સુદ ર

ઈ.સ.૧૮પ૦,વિ.સં.૧૯૦૬ – સાધુ ચરણદાસજીએ ‘સુંદર વિલાસ’ ગ્રંથની નકલ કરાવી. લી. સાધુ ગોંવિદરામ ગંગારામ. અષાઢ સુદ-૧૧.

ઈ.સ.૧૮પ૧,વિ.સં.૧૯૦૭ – ધરમશીભગત (મોરાર શિષ્ય-જલારામના વેવાઈ) જોડિયા ગામે પ૦ વર્ષની વયે નિર્વાણ.

ઈ.સ.૧૮પ૩,વિ.સં.૧૯૦૯ – પરશોતમદાસજી (ખીમ સાહેબના પૌત્ર અને મલુકદાસજીના પુત્ર) નું અવસાન. ખીમ સાહેબના બે પુત્રો ગંગારામ અને મલુકદાસ (અંજાર). મલુકદાસના બે પુત્રો કેશવ અને પરશોતમ… કેશવદાસના પુત્ર સુંદરદાસજી જે રાપરની જગ્યામાં ગંગારામ પછી ગાદીપતિ થયેલા.

ઈ.સ.૧૮પ૩,વિ.સં.૧૯૦૯ – નથુરામે રાધનપુર મધ્યે ચમારવાસમાં દેહ છોડયો. મહા શુકલ પક્ષે, હીજરી સં.૧ર૬૮. (સં.૧૯૦૮માં કારતક વદી ૮ ને ગુરૂવાર   તા.૧૮-૧૧-૧૯પરના દિવસે રાધનપુર નવાબ જોરાવરખાન પાસે જગ્યામાં સમાધિ લેવા હૂકમ મેળવેલો. અને તે બદલ રૂ.૩૦૧   રાજને કર પેટે ભરેલા. જેની નોંધ નથુરામની જગ્યા રાધનપુરની હસ્તપ્રતમાં છે.  નથુરામના શિષ્ય નરભેદાસ.)

ઈ.સ.૧૮૬૬,વિ.સં.૧૯રર – થાનગઢ અક્કલદાસનો જન્મ. મહા સુદ ૧પ અથવા માગશર સુદ-૧પ.

ઈ.સ.૧૮૭૦,વિ.સં.૧૯ર૬ – વાલમરામે ગારિયાધારમાં અન્ન ક્ષેત્ર ખોલ્યું.

ઈ.સ.૧૮૭૪,વિ.સં.૧૯૩૦ – ‘મોરાર પરચરી’ ની રચના જીવાભગત ખત્રી દ્વારા ફાગણ સુદ ૧૩ સોમવારે.

ઇ.સ.૧૮૭પ,વિ.સં.૧૯૩૧ – સુંદરદાસજીનું અવસાન. વિ.સં.૧૯૩૧ અષાડ વદી આઠમના રોજ થયું. જેમણે મોરાર સાહેબની આજ્ઞાથી ‘ભાણપરચરિ’ ના છેલ્લા ચાર વિશ્રામ  રવિ ચરિત્ર ના લખેલા.

ઈ.સ.૧૮૭૭,વિ.સં.૧૯૩૩ – વિશ્રામસાહેબ નિર્વાણ. માગશર સુદ બીજ શુક્રવાર, રાજકોટ. સમાધિસ્થાન કોટડાસાંગાણી.

ઈ.સ.૧૮૭૮,વિ.સં.૧૯૩૪ – મોરારશિષ્ય જીવાભગત ખત્રી ટંકારાવાળા કૃત ‘ગુરુમહિમા’ અષાડ સુદ ર ગુરુવાર દસ દુહા ને ચોપાઈ રચના.

ઈ.સ.૧૮૮૬,વિ.સં.૧૯૪ર – વાલમરામે વૈશાખ સુદ પ તા.૦૮-૦પ-૧૮૮૬ના દિવસે ૬ર વર્ષની ઉંમરે ગારિયાધારમાં સમાધિ લીધી.

ઈ.સ.૧૮૯૧ ,વિ.સં.૧૯૩૭ મહા વાદ ૧૦ (૮૧ વર્ષની ઉંમરે જલારામ બાપાની વિદાય.) વીરબાઈમા  આટકોટના  પ્રાગજી સોમૈયાના દીકરી. વિ.સં.૧૯૩૫ ઈ.સ.૧૮૭૯માં  વિદાય.

ઈ.સ.૧૮૯૪,વિ.સં.૧૯પ૦ – ટંકારા ગામે જીવાભગત ખત્રીની સમાધિ. ફાગણ સુદ ૯.