રૂડા રામ વાણિયા રે તારો શેઠ નગરમાં છે – અક્ક્લદાસ – જેઠાભાઈ મકવાણા

રૂડા રામ વાણિયા રે તારો શેઠ નગરમાં છે – અક્ક્લદાસ – જેઠાભાઈ મકવાણા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.મારા રામ વાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે, તારો શેઠ નગરમાં છે,
ભવસાગરમાં છે, તારો ધણી નગરમાં છે, મારા પ્રેમી પ્રાણિયા રે..
આ કાયામાં દસ દરવાજા, પચાસ લાખ માંઈ પ્રેમી,
દશ દરવાજા બાવન ખડકી, પચાસ લક્ષ છે પ્રેમી,
નવસો નવાણું નાડી નાળવાં, દિલ ભીતરમાં ય દરિયા…
મારા રામ પ્રાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે,….૦
આ કાયામાં દેવ કચેરી, સોળ પુરુષ માંઈ સાજે,
અનહદ વાજાં શેરમાં વાજે, નવરંગ પાતર નાચે…
મારા રામ પ્રાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે,….૦
તેંત્રીસ કરોડની દેવ કચેરી, માહીં સોળ પુરૂષ છે સાચે ,
અનહદ હંસો તાલ મિલાવે નવસો પાતર નાચે..
મારા રામ પ્રાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે,….૦
અઠ કુળ પરવત વસે અવલિયા, નવ લાખ માંઈ નેમી,
મેરુ શિખર પર રહેવે ઓલિયા નવ લક્ષ નામા ધારી,
હાટ હવેલી દલ્લી ચૌટા, ધ્રુવ દીપક માંઈ ધરિયા…
મારા રામ પ્રાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે,….૦
અઢારભાર વનસ્પતિ મોરી, દાડમ લીંબુ એમાં લળકે,
ચંદર સૂરજ તેજ સવાયાં જળહળ હીરલા ઝળકે…
મારા રામ પ્રાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે,….૦
હાથ ગાંધીને હીરલો લાધ્યો, મહાજન મનમાં મોયાં
પારખનારા રતન પારખુ, જોનારા ને જડશે …
મારા રામ પ્રાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે,….૦
ગાંધીને હાટ રતન જડિયાં મહાસંતના મન મોહ્યાં..
પારખનારા નર વચન પારખે, માંઈ જોનારાને જડશે…
મારા રામ પ્રાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે,….૦
માલ ખજાના ને મૂડી ખૂટે નૈં , વેળા વિપતની વળશે,
સિધ્યા અક્કલદાસ ભીમને ચરણે, મથનારાને મળશે..
મારા રામ પ્રાણિયા રે, રૂડા પ્રેમી પ્રાણિયા રે,….૦
પાઠાંતર :
આશા તૃષ્ણા સૌની પૂરી, મનથી ભ્રાંતિ ભાંગી,
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ત્યાંથી લગની લાગી…
રૂડા રામ વાણિયા રે,તારો ધણી નગરમાં છે….૦

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply