Archive

Archive for the ‘મેકરણ ડાડા કાપડી’ Category

આતમ સાયબો સંભારી લે – મેકરણ કાપડી – રણછોડ ભગત

આતમ સાયબો સંભારી લે – મેકરણ કાપડી – રણછોડ ભગત

આતમ સાયબો સંભારી લે … – (ગંગેવદાસ/મેકરણ કાપડી – સેવાદાસજી મહારાજ)

આગળનાં જુગ એવા હતા – મેકરણ ડાડા કાપડી – કનુભાઈ બારોટ

આગળનાં જુગ એવા હતા – મેકરણ ડાડા કાપડી – કનુભાઈ બારોટ

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… – મેકરણ ડાડા કાપડી – કિશોર સોલંકી

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… – મેકરણ ડાડા કાપડી – કિશોર સોલંકી

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…..

કાયાના કુડા રે ભરોંસા‚ દેયુંના જૂઠા રે દિલાસા‚ મેના..

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚

હીરલો છે રે ધરતીની માં ય‚ હીરલો છે રે ધરતીની માં ય‚ મેના…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી છીપું રે સમદરિયામાં નીપજે રે‚

મોતીડાં છે રે છીપની માંય‚ મોતીડાં છે રે છીપની માંય‚ મેના…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે‚

કસ્તુરી છે રે મૃગલાની માંય‚ કસ્તુરી છે રે મૃગલાની માંય‚ મેના…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી મેના ને મેકરણ બેઉ એક છેરે

એને તમે જુદા રે નવ જાણો‚ એને તમે જુદા રે નવ જાણો‚ મેના…

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦