Archive

Archive for the ‘લીરલબાઈ’ Category

જી રે વીરા ! ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે… – લીરલબાઈ – ઉગમશી શિષ્ય – ડૉ.નિરંજન રાજ્યગુરુ

જી રે વીરા ! ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે… – લીરલબાઈ – ઉગમશી શિષ્ય – ડૉ.નિરંજન રાજ્યગુરુ

ગુરુ મારા સતની વેલડીએ… – લીરલબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

ગુરુ મારા સતની વેલડીએ… – લીરલબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે… – લીરલબાઈ (ઉગમશી શિષ્યા) – ડૉ.નિરંજન રાજ્યગુરુ

એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે… – લીરલબાઈ (ઉગમશી શિષ્યા) – ડૉ.નિરંજન રાજ્યગુરુ

આજ મેં તો દીઠા રે મેવાડી રામા ગણપતિ આવે ઝુલતા – લીરલબાઈ – દેવજી ભગત

આજ મેં તો દીઠા રે મેવાડી રામા ગણપતિ આવે ઝુલતા – લીરલબાઈ – દેવજી ભગત

અધુરિયાંસે નો હોય દિલડાંની વાતું‚ મારી બાયું રે‚ નર પૂરા રે મળે તો… (લીરલબાઈ)

અધુરિયાંસે નો હોય દિલડાંની વાતું‚ મારી બાયું રે‚ નર પૂરા રે મળે તો… લીરલબાઇ –

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે‚

ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે‚

વળતી ઢળતી કોઈને ન આવે એની છાંય‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

દૂધ ને સાબુએ રે ધોયા ઓલ્યા કોયલા રે‚

ઈ કોયલા કોઈ દી ઉજળા નો થાય‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

એવાં દૂધડાં પાઈને રે વસિયર સેવયો રે‚

મૂકે નહીં ઈ મુખડાં કેરાં ઝેર‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

દુરજનિયાની રે આડા મોટા ડુંગરા રે‚

એ જી મારા હરિજનયાની હાલું મોઢામોઢ‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

ગુરુના પ્રતાપે રે લીરલબાઈ બોલિયાં રે‚

એ જી મારા સાધુડાંનો બેડલો સવાયો‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…