Archive

Posts Tagged ‘લગ્નગીતો’

વનરા તે વનમાં મીંઢોળ ઝાઝાં…

વનરા તે વનમાં મીંઢોળ ઝાઝાં…

વનરા તે વનમાં મીંઢોળ ઝાઝાં, મીંઢોળ પરણે ને ઝાડ બાળ કુંવારા
હું તમ પૂછું મારા બેન રે નીધિબેન આવડાં તે લાડ તમને કોણે લડાવ્યાં
દાદા મનોજભાઈને માતા ભારતીબેન, આવડાં તે લાડ અમને એણે લડાવ્યાં

લાલ લીલો માંડવો બેની શોભાનો નૈ પાર…

લાલ લીલો માંડવો બેની શોભાનો નૈ પાર…

અર્વાચીન ઢંગમાં
લાલ લીલો માંડવો બેની શોભાનો નૈ પાર
લીલી પીળી ચુંદડી બેની ઊડી ઊડી જાય

સોનાની સાંજી ને રૂપાના મોરવાયા રે…

સોનાની સાંજી ને રૂપાના મોરવાયા રે…

સોનાની સાંજી ને રૂપાના મોરવાયા રે
રૂપાના મોરવાયા રે
ઊડે રે પંખાળા ભમરા નોતરે
નામ ન જાણું ને ગામ ન જાણ્યું રે
કે રસ ઘેરે જાઉ રે ભમરા નોતરે રે
ગામ છે રાજકોટ શેર છે નામ છે રામેશ જમાઈ ને
કિરણબેન ઘેર જાવ રે ભમરા નોતરે રે
આવશે તે બેની કિરણબેનને તેડશે માંડવા હેઠ રે
બેસશે માંડવા હેઠ રે, અમીતભાઈના નાળીયેરા શણગારશે રે
આવશે તે જમાઈ રમેશભાઈને બેસશે ડેલી બાર રે
બેસશે ડેલી બાર રે સાજનિયાના ખાસડલા ખંખેરશે રે…

સોનાની સળીએ માંડવો…

સોનાની સળીએ માંડવો…

સોનાની સળીએ માંડવો, રૂપાની સળીએ માંડવો
માંડવડે મળ્યા રે મોરાર, છપન કરોડ જાદવ મળ્યા
મીનાવહુ વિનોદભાઈને વિનવે, સ્વામી અમને રાયજગ દેખાડો
રાયજગ હોય રે રળિયામણો
ગોરી મોરી હોય રે રળિયાત , રાયજગ હોય રે રળીયામણો

લાડડી લગ્ન ઉપર લખી કાગળ મોકલે રે…

લાડડી લગ્ન ઉપર લખી કાગળ મોકલે રે…

લાડડી લગ્ન ઉપર લખી કાગળ મોકલે રે
રાયવર ઘડીયે લગને, જોઉં તમારી વાત રે વેવારિયા વેલા આવજો રે
લાડડી તારા દેશમાં નથી આંબા આંબલી રે
મારો ચાગલડા રે, પાતળિયા રે, રાજનભાઈને છાંયા જોશે રે

કેસર છાંટી ને લખજો કંકોતરી…

કેસર છાંટી ને લખજો કંકોતરી…

કેસર છાંટી ને લખજો કંકોતરી, એમાં લખજો હીનાબેનના નામ, અખંડ સૌભાગ્યવતી
બેની તારા દાદા આવ્યાને માતા આવશે, બેની તારા મોટાબાનો હરખ ન માય અખંડ…

કંકુડે છાંટીને લખજો કંકોતરી…

કંકુડે છાંટીને લખજો કંકોતરી…

કંકુડે છાંટીને લખજો કંકોતરી, એમાં લખજો પ્રશાંતભાઈના નામ
મેં રાયજગ માંડિયો…
મારા સસરા આવ્યા ને સાસુ આવશે
મારો નો આવ્યો માડી જાયો વીર… મેં રાયજગ માંડિયો…
ગોરી કયો તો કાશીના ભ્રાંમણ મોકલું,
ગોરી કયો તો આપે તેડવા જાઉં, મેં રાય જગ માંડિયો…

સ્વામી ! તમ વિના ઘડીયે ન ચાલે, બે ઘડીયે ન ચાલે
વાણોતર મોકલો…
વાણોતરિયો મારે દીપાબેનનો કંથ, ભરત જમાઈ મોકલો

માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી…

માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી…

માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી
તેડાવો મારે જેતલપરના જોશી(જાણતલ પરના) જોશી કે આજ મારે લખવી છે કંકોતરી
બંધાવો મારે પ્રશાંતભાઈને છેડે કે જાય મારાં હિરલબેન ઘેર સાસરે
બેની રે તમે સૂતા છો કે જાગો, તમારે પિયર પગરણ આરંભ્યા
વીરા રે તમે કયો દેશથી આવ્યા, કે ક્યા ઘેર તમારા બેસણા
બેની રે અમે રાજકોટ શેરથી આવ્યાં કે, મધુરમ અમારા બેસણા
વીરા રે તેમ ક્યાં ભાઈના મોભી, કે કઈ બાઈ માતાને ઓદર વસ્યા
બેની રે અમે હસુભાઈના મોભી કે કુસુમબાઈ માતાને ઓદર વસ્યા
બેની રે મારી નવનલિયાની ઘેલી કે આંગણે આવ્યો વીરને ન ઓળખ્યો
વીરા રે તમે છોરૂ રે… કે વાછરૂ વાળતા વીરને ન ઓળખ્યો
વીરા રે તમે… બેસો તો કઢિયલ દૂધ કે આંગણે આવ્યો કે વીરને ઓળખ્યો
વીરા રે તને ભેરૂડે ભરમાવ્યો કે વાછરૂ વાળતા વીરને ન ઓળખ્યો
વીરા રે તમે રયો તો રાંધુ લાપશી, વીરા રે તમે બેસો તો કઢિયલ દૂધ
કે આંગણે આવ્યો ને વીરાને ન ઓળખ્યો
મોર્યે રે માટે…પ્રકાશ ભાઈના ઘોડા, કે પાધી વાગે ને ધરતી ધમ ધમ
વચમાં રે મારે હિરલબેનના માફા, કે હીરા ઝળકે રે સોના તણાં
વાંહે રે ઓલ્યો સમીર જમાઈ કામશિયો, કે કામશ તાણે ને ઘોડા કમકમેં…

માંડવ લીલી આડીને પીળી થાંભલી રે…

માંડવ લીલી આડીને પીળી થાંભલી રે…

માંડવ લીલી આડીને પીળી થાંભલી રે
માંડવ ઉંચેરા પડદા બે ચાર રે ધેડીજીનો માંડવો રે
માંડવ માલે રાણાને માલે રાજીયા, માંડવ માલે દીનેશભાઈ બેહશે

મારે માંડવ હીરના ચંદરવા ને ચીરના ચંદરવા રે…

મારે માંડવ હીરના ચંદરવા ને ચીરના ચંદરવા રે…

મારે માંડવ હીરના ચંદરવા ને ચીરના ચંદરવા રે
અંબર ઉલેચ મોટે માંડવે
મારે માંડવ મોટેરાના કામ રે, મોટેરા આવ્યે સાજન બેસશે
મોટેરા મારે શાંતાબાઈના કંથ રે, શાંતાબાઈના કંથ રે
ગોવિંદભાઈ આવ્યે રે સાજન બેહશે,
મારે માંડવ હીરના ચંદરવા રે અરના ચંદરવા રે
અંબર ઉલેચ મોટે માંડવે
મારે માંડવ નાણાંના રે કામ રે નાણારાં આવ્યે રે સાજન બેહશે
નાણાંરા મારે વિજયાબેનનો કંથ રે, દામજીભાઈ આવ્યે રે સાજન બેહશે