Archive

Posts Tagged ‘લગ્નગીતો’

લગ્ન બાજોઠીયો જડીયો…

લગ્ન બાજોઠીયો જડીયો…

લગ્ન બાજોઠીયો જડીયો, કુંવારી કન્યાએ સંદેશો મોક્લીયો
વેલેરા આવો ચોરાશીના જાય, હું કેમ આવું મારા ઘરની હો નારી
અમ ઘેર દાદાજી હોય રે રિસામણે

મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે…

મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે…

મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે, મેં તો થાળ ભર્યો શગ મોતીડે રે
હું તો ચાક વધાવા ને જાશ, મારે સોના સમો રે સૂરજ ઉગિયો રે
વરના દાદા… ભાઈ તમને વિનવું રે, ટોડલે મોભી પરણાવાને જાઇશ
મારે સોના સમો રે સૂરજ ઉગિયો રે

ત્રાંબા કુંડી રે નગર સોહામણી…

ત્રાંબા કુંડી રે નગર સોહામણી…

ત્રાંબા કુંડી રે નગર સોહામણી, તેમાં ભરિયા રે ગવરીના દૂધ
સાહેલી રે આંબો રોપીયો
હસમુખભાઈએ તેડ્યો આંબલો, વિનોદભાઈને રે આવે વળતી છાંય
સાહેલી રે આંબો રોપીયો, કુસુમવહુને રે કાંબીયું પર કડલાં
મીના વહુને રે ઝાંઝરીની ઝણકાર સાહેલી રે આંબો રોપીયો

જૂને ગઢથી રે માલણ બેસંતી આવે…

જૂને ગઢથી રે માલણ બેસંતી આવે…

જૂનેગઢથી રે માલણ બેસંતી આવે, આવે ને લાવે માલણ ફૂલડાં
તારા ફૂલડાં રે માલણ કોણ જ લેશે, લેશે લગનીયા
તારા ફૂલડાં દાદા દિનેશભાઈ લેશે વેડો લગન ઉતાવળાં
જૂનેગઢથી રે માલણ બેસંતી આવે, આવે ને લાવે માલણ ફૂલડાં

જી રે રણઝણ કરતો ભમરો ઊડિયો…

જી રે રણઝણ કરતો ભમરો ઊડિયો…

જી રે રણઝણ કરતો ભમરો ઊડિયો
જી રે જઈ બેઠો કંકુડાને થડ રે માડીના ભમરા
દ્રાક્ષ મીઠી ને સાકર શેરડી
જી રે આવડા ને કંકુ દાદા શીદ વોર્યો
જી રે આપણે આપણે ઘેર રાજનભાઈ વીવા, વાડીના ભમરા
દ્રાક્ષ મીઠીને સાકર શેરડી

ચારે શબદની કોયલ બોલે…

ચારે શબદની કોયલ બોલે…

ચારે શબદની કોયલ બોલે
ચારેયના સરવા સરવા સાદ, સાહેલડી કોયલ બોલે
સામા ઓરડિયામાં આધમણ ખાજાં,
મનમીત ભાઈ પરણે ત્યારે, વગડાવો વાજાં રાજ કોયલ બોલે

ચાર ઘોડાની ઘોડાગાડી અમે રે લઇ આવ્યા…

ચાર ઘોડાની ઘોડાગાડી અમે રે લઇ આવ્યા…

ચાર ઘોડાની ઘોડાગાડી અમે રે લઇ આવ્યા
આવીને વાયા ને માંડવે ઝૂકાળ મોરા ભાભી, પ્રશાંતભાઈના રાણી ભરવાં જોશે પાણી…
સાડીને સેલાં ભાભીને શોભતાં, જગમગતા ઘરચોળા અમે રે લઇ આવ્યાં
મોરા ભાભી, પ્રશાંતભાઈના રાણી
ઝગમગતા ઘરચોળા અમે લઇ આવિયા…

ઊંચા ગઢડા રે વહુને દાદે ચણાવ્યા…

ઊંચા ગઢડા રે વહુને દાદે ચણાવ્યા…

ઊંચા ગઢડા રે વહુને દાદે ચણાવ્યા
ગઢથી ઉંચેરા ગઢના કાંગરા
ગઢડે બેહશે રે નવલા વેવાઈની ઘેડી
જુએ રે અલબેલા વરની વાટડી
વેલા આવો રે કેસરિયા વરરાજા
તમારા ને લગ્ન ઉતાવળા
હું કેમ આવું રે મારાં સમરથ ગોરી
અમ ઘેર દાદાજી રિસામણે
તમારા દાદાના રાયવર મનડા મનાવો
દલડા રીઝાવી વેલા આવજો
આડો છે દરિયો ને સમદર છલીયો
વ્હાણે બેસીને વેલા આવજો

કોઈ કયે વનમાં સૂરજ ઊગિયો કોઈ કેયે ચન્દ્રમાના તેજ રે…

કોઈ કયે વનમાં સૂરજ ઊગિયો કોઈ કેયે ચન્દ્રમાના તેજ રે…

કોઈ કયે વનમાં સૂરજ ઊગિયો કોઈ કયે ચન્દ્રમાના તેજ રે
કોઈ કયે વનમાં સુરજ ઊગિયો, કોઈ કયે ચન્દ્રમાના તેજ રે
નથી રે વનમાં સુરજ ઊગિયો, નથી ચન્દ્રમાના તેજ રે
કુંવારી પરણે ભાવેશભાઈ તણાં, એના લગનીયાના તેજ રે

હાથીદાંતની ચૂડી રે, ચૂડી રૂડી રતનજડી…

હાથીદાંતની ચૂડી રે, ચૂડી રૂડી રતનજડી…

હાથીદાંતની ચૂડી રે, ચૂડી રૂડી રતનજડી
વીરે હાથીડા શણગાર્યા રે, ચીર ચુંદડી લેવાને ચાલ્યા
સામા રાયવર મળીયા રે, કયો ને પટેલ કેમના ચાલ્યા
અમ ઘેર બેની કુંવારા રે, ચીર ચુંદડી લેવાને હાલ્યા
પટેલ પાછા રે વાળજો રે, ચીર ચુંદડી અમે રે દેશું…