દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ… (દાસી જીવણ)

દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ… દાસી જીવણ – ઝાલરી – હેમંત ચૌહાણ

દેખંદા રે કોઈ આ દિલ માં ય‚

નિરખંદા રે કોઈ આ દિલ માં ય‚

પરખંદા રે કોઈ આ દિલ માં ય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

બોલે બોલાવે સબ ઘટ બોલે‚ સબ ઘટમાં ઈ તો રહ્યો રે સમાય‚

જિયાં જેવો તિયાં તેવો‚ થીર કરીને થાણા દિયા રે ઠેરાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

નવ દરવાજા નવી રમત કા‚ દસમે મોલે ઓ દેખાય‚

સોઈ મહેલમાં મેરમ બોલે‚ આપું ત્યાગે ઓ ઘર જાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

વિના તાર ને વિણ તુંબડે‚ વિના રે મુખે ઈ તો મોરલી બજાય‚

વિના દાંડીએ નોબતું વાગે‚ વિના રે દીપકે જ્યોત જલાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

આ રે દુ કાને દડ દડ વાગે‚ કર વિન વાજાં અહોનિશ વાય‚

વિના આરિસે આપાં સૂજે‚ એસા હે કોઈ વા ઘર જાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

જાપ અજપા સો ઘર નાંહી‚ ચંદ્ર સૂરજ જહાં પહોંચત નાંહી‚

સૂસમ ટેક સે સો ઘર જાવે‚ આપે આપને દિયે ઓળખાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

અખર અજીતા મારી અરજ સુણજો‚ અરજ સુણજો એક અવાજ‚

દાસી જીવણ સત ભીમના શરણાં‚ મજરો માની લેજો ગરીબનવાજ…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

One Response to“દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ… (દાસી જીવણ)”

  1. સુરેશ વાઘેલા says:

    ઝણણણ ઝણણણ ઝાલરી વાગે… નાનપણમાં સાંભળ્યા બાદ આજે સાંભળ્યું, ખૂબ આનંદ થયો.

Leave a Reply