દોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

દોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

8 Responses to“દોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ”

  1. માનનીય શ્રી નિરંજન બાપુ,
    લંડન માં વસતા શ્રી અશોક ભાઇ દાસ સાથે એક બિજાના બ્લોગ પર વાર્તાલાપ કરતાં કરતાં આપના નામ નો ઉલ્લેખ થયો, હું ઇશ્વર ની દયા થી ભજનો/ગરબા તથા અન્ય રચનાઓ લખવા નો પ્રયત્ન કરૂંછુ એ અનુસંધાને મને આપનો સંપર્ક કરવા જણાવેલ.કે જેથી આપનું માર્ગ દર્શન મળતું રહે.
    આપના નામથી તો હું આપને જાણું જ છું પણ મને એ ખબર ન હતી કે આપ ગોંડલથી આટલા નજીક બિરાજો છો, વિરપુર માં મારા સગા રહેતા હોઇ અને જલારામ બાપા ના દર્શનાર્થે પણ આવવાનું થતું રહે છે, ઇશ્વર ને મંજુર હસે તો જરુર આપના દર્શન નો લાભ લઇસ.
    નમસ્કાર.

    • Dr.Niranjan Rajyaguru says:

      આદરણીય કેદારસિંહજી બાપુ,
      સંદેશો વાંચી આનંદ થયો. અનુકુળતાએ જરૂર આવો. મળીને આનંદ કરીશું. નિરંજન રાજ્યગુરુ

  2. બાપુ,
    ધન્યવાદ, આટલી જલદી જવાબ મળશે એવી આશા ન હતી,
    હવે વધારે પરિચય આપું તો મારૂં ગામ ગોલીટા તા. પડધરી પણ ઘણા સમય થી ગાંધીધામ કચ્છ માં નોકરી અર્થે રહું છું. કવિ શ્રી “દાદ” મારા ગુરૂ સમાન અને પુ.બ્ર. નારાયણ નંદ સરસ્વતી બાપુ નો પણ સંપર્ક રહેતો, બાપુ મારૂં ભજન શિવ શંકર સુખ કારી તેમની રોમ રોમ હર બોલે સી ડી માં બોલ્યા છે, ત્યાર પછિ તો કીર્તિદાન ગઢવી અને ગોંડલીયા ભાઇ પણ બોલ્યા છે.

    મારા બ્લોગ http://www.kedarsinhjim.blogspot.com પર આપને મારા ભજનો-ગરબા વિ. મળશે.
    આશા રાખું કે આપ જેવા મહા પુરુષો ના આશીર્વાદ મળતા રહેશે.
    એજ…..

  3. સૂર્યશંકર ગોર says:

    પૂજ્ય નિરંજનભાઈ ,,જય હો .
    રવિ ભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રાપર દ્વારા આપનું એકદમ ઉચિત સન્માન
    થયું . મને થયું એ સ્થાન ની પરમ ચેતનાઓ એ ભાવ જગત નું નિર્માણ કરનારા
    શ્રદ્ધા સભર કાર્યક્રમ માં હાજરાહજૂર હતી જ . તમારા દીદાર કરી બહુ આનંદ થયો .તમે
    ભવનું ભાથું પોટલાં ભરીને બાંધી લીધું છે,મારો નાથ કાયમ રાજી રહો !!
    સૂર્યશંકર ગોર રાપર

  4. MAHENDRA SOLANKI says:

    Pujya Nirajan Bapu,

    Ap ni pravruti thi hu khubaj prabhavit thayo chhu. Karan ke tamara saurastra ma to sant sahitya ,santo na jivan Charitra ni vato sahaj j janva made. Pan amara jeva loko ne apna Madhyam thi khubaj kimti varso janva madyo chhe.

  5. makwana sohil says:

    pujya Nirajan Bapu, ‘Jay Gurudev’

    me pehli var aa vachyu khubj anad thayo

    me ketli var vachyu che ketli var vichr aave ke aapa samaj ma aavi mahan puruso pan che … je aapda samaj ne uche lavya che

  6. Vinodbhai says:

    ૫રમ આદરનીય માનનીય શ્રી નિરંજન બાપુ,
    આપશ્રીના ૫વિત્ર પાવન ચરણોમાં જયશ્રી કૃષ્‍ણ

    આપશ્રીના પુસ્તકો પીડીએફ ફોરમેટમાં નેટ ૫ર ઉ૫લબ્ધ થશે??

    સંત ચરણ રજ

    વિનોદભાઇ

    • મારાં પુસ્તકો પીડીએફ ફોરમેટમાં નેટ ૫ર અક્ષરનાદ.કોમ વેબસાઈટ પરથી મળશે. એ સિવાય ramsagar.org પરથી વાંચી શકો, નકલ કાઢી શકો.

Leave a Reply