અધુરિયાંસે નો હોય દિલડાંની વાતું‚ મારી બાયું રે‚ નર પૂરા રે મળે તો… (લીરલબાઈ)

અધુરિયાંસે નો હોય દિલડાંની વાતું‚ મારી બાયું રે‚ નર પૂરા રે મળે તો… લીરલબાઇ –

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે‚

ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે‚

વળતી ઢળતી કોઈને ન આવે એની છાંય‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

દૂધ ને સાબુએ રે ધોયા ઓલ્યા કોયલા રે‚

ઈ કોયલા કોઈ દી ઉજળા નો થાય‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

એવાં દૂધડાં પાઈને રે વસિયર સેવયો રે‚

મૂકે નહીં ઈ મુખડાં કેરાં ઝેર‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

દુરજનિયાની રે આડા મોટા ડુંગરા રે‚

એ જી મારા હરિજનયાની હાલું મોઢામોઢ‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

ગુરુના પ્રતાપે રે લીરલબાઈ બોલિયાં રે‚

એ જી મારા સાધુડાંનો બેડલો સવાયો‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply