Archive

Posts Tagged ‘મુગટલાલ જોષી’

ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભગતિ હરિની પ્રેમદા પદમણી… – (ગંગાસતી – મુગટલાલ જોશી)

ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ ! રહે છે હરિની જોને પાસ,
ઈ રે ભક્તિ જ્યારે ઉરમાં આવે, જ્યારે થાય સદ્દગુરુના દાસ…
ભગતી હરિની પદમણી…
અભયભાવના લક્ષણ બતાવું પાનબાઈ ! તમે સુણો એકાગ્ર ચિત્ત થઈ
એવા રે લક્ષણ સાંભળતાં પાનબાઈ ! અભયભાવ ચિત્તમાં પ્રગટાય…
ભગતી હરિની પદમણી…
સદ્દગુરુ વચનમાં સુરતાને રાખો, તો તો હું ને મારું મટી જાય
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય…
ભગતી હરિની પદમણી…
એવા અભયભાવ વિના ભગતિ ન આવે, મરને કોટિ કરે ઉપાય
ગંગાસતી એમ બોલિયાં રે, તે વિના જીવપણું નહિ જાય…
ભગતી હરિની પદમણી…

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી… (દાસી જીવણ)

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી… દાસી જીવણ – મુગટલાલ જોષી

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚

ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી…

પ્રેમ કટારી આરંપાર…૦

ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી !

આંખ વીંચી ઉઘાડી જોયું‚ વાર ન લાગી વાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦

સઈ ! મેં જોયું શામળા સામું‚ નિરખી કળા નાથકી‚

વ્રેહ ને બાણે‚ પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦

ઓખદ બુટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાતકી‚

રાત દિવસ ઈ રંગમાં ખેલે‚ એવી રમતું હે રઘુનાથકી…

પ્રેમ કટારી આરંપાર…૦

દાસી જીવણ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ ભાતકી

ચિતડાં હેર્યાં શામળે વાલે‚ ધરણીધરે ધાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦