Archive

Posts Tagged ‘કરસન સાગઠીયા’

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભગતી કરવી એણે રાંક થઇ ને રહેવું પાનબાઈ… – (ગંગાસતી – કરસન સાગઠીયા)

ભગતી કરવી એણે રાંક થઇ ને રહેવું પાનબાઈ… – (ગંગાસતી – મોતીબેન ડાકી)

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન રે
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવી, કર જોડી લાગવું પાય…
ભક્તિ કરવી એણે…
જાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વરણ વિકાર રે
જાતિ પાંતિ નહિ હરિના દેશમાં ને, એવી રીતે રહેવું નિર્માન રે…
ભક્તિ કરવી એણે…
પારકા અવગુણ કોઈના જુએ નહિ રે, એને કહીએ હરિના દાસ રે
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, એને દ્રઢ કરવો વિશ્વાસ…
ભક્તિ કરવી એણે…
ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગાસતી એમ બોલિયાં રે, તો તો જન્મ સફળ થઈ જાય રે…
ભક્તિ કરવી એણે…

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ… ગંગાસતી – કરસન સાગઠીયા

વીજળીને ચમકારે… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ ! અચાનક અંધારાં થાશે ;

જોત રે જોતામાં દિવસો વયા જાશે, એકવીશ હજાર છસોને કાળ ખાશે…

વીજળીને ચમકારે…

જાણ્યા જેવી આ તો અજાણ છે, ઈ તો અધૂરિયાંને ન કહેવાય ;

ગુપત રસનો ખેલ છે આ અટપટો ને, આંટી મેલો તો પૂરણ સમજાય…

વીજળીને ચમકારે…

નિરમળ થઈને આવો મેદાનમાં પાનબાઈ ! જાણી લિયો જીવની જાત ;

સજાતિ વિજાતિની જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી ભાત…

વીજળીને ચમકારે…

પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ ! તેનો રે દેખાડું તમને દેશ ;

ગંગાસતી એમ બોલિયાં રે, ત્યાં નહિ માયાનો જરીએ લેશ…

વીજળીને ચમકારે…

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… (દેવાયત પંડિત)

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… દેવાયત પંડિત – કરસન સાગઠીયા

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚

એક મન કરો ને આરાધ જીવે રામ…

પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚ જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚

નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚ સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚

સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚ સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚ કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚

હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚ હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚ છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚

વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚ હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚

પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚

દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚ ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ…

એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦