ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો


આનંદ આશ્રમમાં સચવાયેલી ધ્વનિમુદ્રિત કેસેટ્સ સામગ્રી કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે, આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગવારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લૂપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા શ્રી વિપુલ કલ્યાણી તંત્રીશ્રી ‘ઓપિનિયન’ (યુ.કે.) તરફથી એમના પિતાશ્રી સ્વ. શ્રી ભગવાનજી ઓધવજી કલ્યાણીના સ્મરણાર્થે બે કોમ્પ્યુટર સેટ તથા આનુષંગીક ખર્ચ માટેનું અનુદાન અને મુંબઇના ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોકભાઇ કરણિયાનો માર્ગદર્શક સહકાર પ્રાપ્ત થતાં પ્રથમ તબક્કાના ભાગ રૂપે તમામ ભક્તિસંગીતની કેસેટ્સમાં સચવાયેલી લોકવિધા-લોકસાહિત્ય-સંતવાણીની ૧૯૦૦ જેટલાં ભજનોની ધ્વનિમુદ્રિત સામગ્રીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે પરિવર્તિત કરવામાં આવી છે, હજુ બાકી રહેલી લોકસંગીતની કેસેટ્સમાં સચવાયેલી સામગ્રીને પરિવર્તિત કરવાની કામગીરી કરવાની છે. આ તમામ સામગ્રી એડિટ કરતા જઇને તેના સૂચિકરણ-વિભાગીકરણ-વર્ગીકરણ અને જે તે રચનાના લિખિત પાઠ, પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમે સૂચિ, સર્જક સૂચિ, ભજન ગાયક સૂચિ, ભજન પ્રકારો મુજબની સૂચિ તૈયાર કરવાની છે. આ સામગ્રીનો ઉપયોગ માત્ર સંશોધન માટે થશે. એનું વ્યવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવતું નથી. આનંદઆશ્રમની આજ વેબ સાઇટ પરથી આ તમામ સામગ્રી વિના મુલ્યે જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થતી રહેશે.


  • સતાધારમાં સાચો ધણી પરગટ ગીગેવપીર – અભરામ ભગત
  • રામદેવપીર નો હેલો – અભરામ ભગત
  • શબરી આખ્યાન – અભરામ ભગત
  • એવાં મોઢાં મોરી જોગ રે… (દાસ ધીરો) – અભરામ ભગત
  • દે દરશન પ્યારા પ્રભુ મોહે… (બ્રહ્માનંદ) – અભરામ ભગત
  • હરિ ઓમ તત્ સત્ જપાકર… – અભરામ ભગત
  • જુલમ કરે કાળો કેર તો કરે, કાળીંગાને વારો… (દયાનંદ) – અભરામ ભગત
  • કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે… (ભોજા ભગત) – અભરામ ભગત
  • ખોટી કલ્પના શીદ રે કરો રે, ધણીએ ધાર્યું હોય તે થાય… (શામળો) – અભરામ ભગત
  • કુન્તા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી… – અભરામ ભગત
  • મુખડા ક્યાં દેખો દરપનમેં… (કબીર) – અભરામ ભગત
  • રાખો તમે રામ સગાઇ… (ભોજલ) – અભરામ ભગત
  • વડલો કહે છે વનરાયું સળગી… (કાગ) – અભરામ ભગત
  • અને વ્હાલા કુડું રે હમાણો મારા કંથજી… (સૂર) – અભરામ ભગત
  • હાથ ચક્ર ત્રિશુલ સદાશિવ અલેખ જગાયે નગરીમે… – અભરામ ભગત
  • જા જા નિંદરા હું તુંને વારૂં… (નરસિંહ મહેતા) – અભરામ ભગત
  • જાગોને હવે વીરપુરના વાસી, જલારામ… (મોહન) – અભરામ ભગત
  • જેણે સેવ્યા સાચા સંત… (દાસ સવો) – અભરામ ભગત
  • જોર નવ કરીએ રે વ્રજના વાસી… (મીરા) – અભરામ ભગત
  • મન તું હજુ સમજલે સમે, ગોળ ખાય ઈ ચોકડા ખમે… (દાસી જીવણ) – અભરામ ભગત
  • મન કરી લે ને વિચાર જીવન થોડા… (ગંગાદાસ) – અભરામ ભગત
  • કાચલા કાચબીનું ભજન… (ભોજલ) – અભરામ ભગત
  • ડોશી દુવારકા હાલી… (ભોજો ભગત) – મુગટલાલ જોશી
  • જશોદા જીવણને રે, માતાજી મોહનને રે… (દાસી જીવણ) – મુગટલાલ જોશી
  • મુખડા ક્યા દેખો દરપનમેં… (કબીર) – મુગટલાલ જોશી
  • ભાઈ મારો સાથીડો રિસાણો રે, ખાખ સે ખપ જાના બંદા… (કબીર) – અભરામ ભગત
  • પવન સે ઉડ જાના… (કબીર) – અભરામ ભગત
  • રટી લે રામ શબ્દની માળા… (ખીમસાહેબ) – અભરામ ભગત
  • બીન્દ્રાવનકી કુંજ ગલનમેં નાચે નંદકુમાર… – અભરામ ભગત
  • હે જી વ્હાલા કોણ રે સમાના કામની… (નરસિંહ મહેતા)
  • કહેવું શું રે હવે તમને કાના… (પિંગળ) – અભરામ ભગત
  • કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી… (મીરાં) – અભરામ ભગત
  • કોઈ તો કહે એને કહેવા દઈએ… (મીરાં) – મુગટલાલ જોશી
  • સાયાં મેં તો પકડી આંબલિયાની ડાળી રે… (મીરાં) – અભરામ ભગત
  • આજની ઘડી તે રળિયામણી… (નરસિંહ મહેતા) – અભરામ ભગત
  • અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ… (નરસિંહ મહેતા) – અભરામ ભગત
  • નારાયણનું નામ જ લેતાં… (નરસિંહ મહેતા) – અભરામ ભગત
  • બાલા જોગી આયો… (સુરદાસ) – અભરામ ભગત
  • મારે કરવી દિલડાની વાત હંસારાજા – નથુરામ – દુલા ભગત
  • આરાસુરની રાણી – માતાજીનો હેલો – દુલા ભગત
  • માયાનું મંડાણ જોગણી – ભવાનીદાસ – દુલા ભગત
  • પટોળી આ પ્રેમની – દયાનંદ – દુલા ભગત
  • મારું ચિતડું ચોરાયેલ રે – મોરાર સાહેબ – દુલા ભગત
  • સતગુરુના વચન રુદે ધરો – કલ્યાણ – દુલા ભગત
  • મેં જોયું તખત પર જાગી – ઝાલરી – રવિ સાહેબ – દુલા ભગત
  • વેલા ના વછોયા રે – લખમો માળી – દુલા ભગત
  • સંગ ન કરીએ નીચનો – જેઠીરામ – દુલા ભગત
  • જાગ જગતમાં નામ સુમર લે – તિલકદાસ – દુલા ભગત
  • અમને ગુરુ મળ્યા ગિરનારી – રામૈયો – દુલા ભગત
  • અમને કોને લગાડી માયા – માધવદાસ – દુલા ભગત