ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો


આનંદ આશ્રમમાં સચવાયેલી ધ્વનિમુદ્રિત કેસેટ્સ સામગ્રી કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે, આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગવારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લૂપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા શ્રી વિપુલ કલ્યાણી તંત્રીશ્રી ‘ઓપિનિયન’ (યુ.કે.) તરફથી એમના પિતાશ્રી સ્વ. શ્રી ભગવાનજી ઓધવજી કલ્યાણીના સ્મરણાર્થે બે કોમ્પ્યુટર સેટ તથા આનુષંગીક ખર્ચ માટેનું અનુદાન અને મુંબઇના ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોકભાઇ કરણિયાનો માર્ગદર્શક સહકાર પ્રાપ્ત થતાં પ્રથમ તબક્કાના ભાગ રૂપે તમામ ભક્તિસંગીતની કેસેટ્સમાં સચવાયેલી લોકવિધા-લોકસાહિત્ય-સંતવાણીની ૧૯૦૦ જેટલાં ભજનોની ધ્વનિમુદ્રિત સામગ્રીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે પરિવર્તિત કરવામાં આવી છે, હજુ બાકી રહેલી લોકસંગીતની કેસેટ્સમાં સચવાયેલી સામગ્રીને પરિવર્તિત કરવાની કામગીરી કરવાની છે. આ તમામ સામગ્રી એડિટ કરતા જઇને તેના સૂચિકરણ-વિભાગીકરણ-વર્ગીકરણ અને જે તે રચનાના લિખિત પાઠ, પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમે સૂચિ, સર્જક સૂચિ, ભજન ગાયક સૂચિ, ભજન પ્રકારો મુજબની સૂચિ તૈયાર કરવાની છે. આ સામગ્રીનો ઉપયોગ માત્ર સંશોધન માટે થશે. એનું વ્યવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવતું નથી. આનંદઆશ્રમની આજ વેબ સાઇટ પરથી આ તમામ સામગ્રી વિના મુલ્યે જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થતી રહેશે.


  • સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • ઉલટ સમાવ્યા સૂલટમાં ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • કાળધર્મ સ્વભાવને જીતવો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • અચળ વચન કોઈ દિ’ ચળે નહિ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • સાનમાં સાન એક ગુરુજીની કહું – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • આદિ અનાદિ વચન છે પરિપૂરણ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • મેદાનમાં જેણે મોરચો માંડયો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • મનવરતી જેની સદાયે નિર્મળી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • સરળ ચિત્ત રાખી નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • ગુપત રસ આ તો જાણી લે જો પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • મન મરિયું તેને ત્યાગી કહીએ રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • મોહજીત રાજા મહાવિવેકી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • વીણવો હોય તો રસ વીણી લેજો – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • જીવ અને શિવની થઈ ગઈ એકતા ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • વિવેક રાખી તમે સમજીને ચાલજો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • વસ્તુ વિચારીને દિજીએ રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • કળજુગ આવ્યો હવે કારમો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • કળજુગમાં જતિ સતી સંતાશે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
  • આપણા મિલન મેળા… – મકરન્દ દવે – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • છુટા છુટા તીર હવે મારો માં બાઈ જી… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • દળી દળી ઢાંકણીમાં ઉધરાવવું રે… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • પ્યાલો દુજો કોણ પીવે… – ત્રિકમ સાહેબ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ
  • ભગતિ રૂપી માણી લેજો હાથમાં રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • મેરૂ રે ડગે જેનાં… ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • વચન રૂપી દોરમાં સુરતા ને બંધો… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ