ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો


આનંદ આશ્રમમાં સચવાયેલી ધ્વનિમુદ્રિત કેસેટ્સ સામગ્રી કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે, આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગવારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લૂપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા શ્રી વિપુલ કલ્યાણી તંત્રીશ્રી ‘ઓપિનિયન’ (યુ.કે.) તરફથી એમના પિતાશ્રી સ્વ. શ્રી ભગવાનજી ઓધવજી કલ્યાણીના સ્મરણાર્થે બે કોમ્પ્યુટર સેટ તથા આનુષંગીક ખર્ચ માટેનું અનુદાન અને મુંબઇના ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોકભાઇ કરણિયાનો માર્ગદર્શક સહકાર પ્રાપ્ત થતાં પ્રથમ તબક્કાના ભાગ રૂપે તમામ ભક્તિસંગીતની કેસેટ્સમાં સચવાયેલી લોકવિધા-લોકસાહિત્ય-સંતવાણીની ૧૯૦૦ જેટલાં ભજનોની ધ્વનિમુદ્રિત સામગ્રીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે પરિવર્તિત કરવામાં આવી છે, હજુ બાકી રહેલી લોકસંગીતની કેસેટ્સમાં સચવાયેલી સામગ્રીને પરિવર્તિત કરવાની કામગીરી કરવાની છે. આ તમામ સામગ્રી એડિટ કરતા જઇને તેના સૂચિકરણ-વિભાગીકરણ-વર્ગીકરણ અને જે તે રચનાના લિખિત પાઠ, પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમે સૂચિ, સર્જક સૂચિ, ભજન ગાયક સૂચિ, ભજન પ્રકારો મુજબની સૂચિ તૈયાર કરવાની છે. આ સામગ્રીનો ઉપયોગ માત્ર સંશોધન માટે થશે. એનું વ્યવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવતું નથી. આનંદઆશ્રમની આજ વેબ સાઇટ પરથી આ તમામ સામગ્રી વિના મુલ્યે જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થતી રહેશે.


  • દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ… (દાસી જીવણ)
  • મેરે રામરસ પ્યાલા ભરપૂર‚ પીવે કોઈ ઘટક ઘટક ઘટક… (કબીર / તોલાપુરી)
  • મન મતવાલો પ્યાલો ચાખિયો… (લખીરામ)
  • દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં… (દાસી જીવણ)
  • દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… (દેવાયત પંડિત)
  • જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો… (લોયણ)
  • નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… (દેવાયત પંડિત)
  • અજરા કાંઈ જરિયા ન જાય‚ સંતો ભાઈ… (ધ્રુવ – પ્રહલાદ)
  • ભગતી કરો તો હરજી અગમ ભેદ જાણો… (રામદેવપીર)
  • વાગે ભડાકા ભારી ભજનના… (ભાટી હરજી)
  • ઊઠત રણુંકાર અપરમપારા‚અખંડ આરતી બાજે ઝણુંકારા… (ભીમસાહેબ)
  • પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતો વોરવાને મળિયા રે… (મૂળદાસ)
  • કોણે બનાયો પવન ચરખો… (રવિ સાહેબ)
  • એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… (દયાનંદ)
  • મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… – મેકરણ ડાડા કાપડી – કિશોર સોલંકી
  • સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ‚ જોયું મેં તો જાગી હો જી… (ગોરખ)
  • આ પલ જાવે રે‚ કરી લેને બંદગી… (કલ્યાણદાસ)
  • હીરો ખો મા તું હાથથી… (તિલકદાસ)
  • એવા દોરંગા ભેળા રે નવ બેસીએ… (દાસી જીવણ)
  • સદગુરુ તમે મારા તારણહાર.. (ડુંગરપુરી)
  • ગુરુ ! તારો પાર ન પાયો… (દેવાયત પંડિત)
  • ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો… (ભવાનીદાસ)
  • અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા.. (દાસી જીવણ)
  • મૂળ મહેલમાં વસે ગુણેશા.. તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા… (તોરલપરી રૂખડિયો)
  • સેવા મારી માની લેજો‚ સ્વામી રે સુંઢાળા રે‚ ગુણપતિ દેવા રે… (ગોરખ)
  • ગરવા પાટે પધારો ગુણપતિ… (કેશવ)
  • પરથમ પહેલાં સમરીયે રે‚ સ્વામી તમને સૂંઢાળા… (રાવત રણશી)
  • ગુરુજીના નામની હો‚ માળા છે ડોકમાં.. (હરિહરાનંદજી)
  • ગરવ કિયો સોઈ નર હાર્યો સિયારામજીસે… (કબીર / તુલસીદાસ) – ડોલરદાન ગઢવી
  • અધુરિયાંસે નો હોય દિલડાંની વાતું‚ મારી બાયું રે‚ નર પૂરા રે મળે તો… (લીરલબાઈ)
  • સમરૂં તો સુધરે મનખા મેરા‚ અલ્લા હો નબીજી… (હોથી)
  • યહિ પીંજરા નહિં તેરા હંસા રાજા – કબીર – કરસનદાસ યાદવ
  • તોરલ કહે કાલાંથી વણજુંના કરીયે – તોરલ – કાળા ભગત ગઢવી
  • સતગુરુના શબ્દ રુદે ધરો – કલ્યાણ – દેવા ભગત
  • મુળ કહું તો મહા સુખ હોવે – ભાણ સાહેબ – અરજણ ભગત
  • મેરુ સરખો પવન રુપ આતમા ને ઓળખ્યો નહી – રવિ સાહેબ – મેપાભાઇ કાથડ
  • હિરો ખોમા તું હાથ થી આવો અવસર પાછો નહિ મળે – તીલકદાસ – મુળાભગત
  • એવા ભજન કરો ભાવ થી – મૂળાભગત
  • અનહદ લંગર બાજે ફકીર- કબીર – દયારામબાપુ
  • આરતી શ્રી રામની- મૂળાભગત
  • છોડ ચિંતા છોડ મનવા- મૂળાભગત
  • આ ખેલ ખોટો બંદા – રતનદાસ – ખીમા ગઢવી