ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો


આનંદ આશ્રમમાં સચવાયેલી ધ્વનિમુદ્રિત કેસેટ્સ સામગ્રી કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે, આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગવારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લૂપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા શ્રી વિપુલ કલ્યાણી તંત્રીશ્રી ‘ઓપિનિયન’ (યુ.કે.) તરફથી એમના પિતાશ્રી સ્વ. શ્રી ભગવાનજી ઓધવજી કલ્યાણીના સ્મરણાર્થે બે કોમ્પ્યુટર સેટ તથા આનુષંગીક ખર્ચ માટેનું અનુદાન અને મુંબઇના ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોકભાઇ કરણિયાનો માર્ગદર્શક સહકાર પ્રાપ્ત થતાં પ્રથમ તબક્કાના ભાગ રૂપે તમામ ભક્તિસંગીતની કેસેટ્સમાં સચવાયેલી લોકવિધા-લોકસાહિત્ય-સંતવાણીની ૧૯૦૦ જેટલાં ભજનોની ધ્વનિમુદ્રિત સામગ્રીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ સ્વરૂપે પરિવર્તિત કરવામાં આવી છે, હજુ બાકી રહેલી લોકસંગીતની કેસેટ્સમાં સચવાયેલી સામગ્રીને પરિવર્તિત કરવાની કામગીરી કરવાની છે. આ તમામ સામગ્રી એડિટ કરતા જઇને તેના સૂચિકરણ-વિભાગીકરણ-વર્ગીકરણ અને જે તે રચનાના લિખિત પાઠ, પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમે સૂચિ, સર્જક સૂચિ, ભજન ગાયક સૂચિ, ભજન પ્રકારો મુજબની સૂચિ તૈયાર કરવાની છે. આ સામગ્રીનો ઉપયોગ માત્ર સંશોધન માટે થશે. એનું વ્યવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવતું નથી. આનંદઆશ્રમની આજ વેબ સાઇટ પરથી આ તમામ સામગ્રી વિના મુલ્યે જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થતી રહેશે.


 • મન રૂપી મૃગલાને મારો – માંમદ – દુલા ભગત
 • સાયાંજી દેજો રે દીદાર – કાજી મામદશાહ – દુલા ભગત
 • વાજા વાગે ગગનમાં – રવિ સાહેબ – દુલા ભગત
 • ગુરુ ગમ ગાંજા પિયા – જગદીશ ભગત – દુલા ભગત
 • મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – ભાગ – ૧ – હૂંડી – નરસિંહ મહેતા – દુલા ભગત
 • મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – ભાગ – ૨ – હૂંડી – નરસિંહ મહેતા – દુલા ભગત
 • ભક્તોની ભીડે કે’દિ નાવ્યો – નારણજી – દુલા ભગત
 • જુઠડી કાયા રાણી જુઠા ના બોલો – નથુરામ – દુલા ભગત
 • કાળના કટક ચડીયા – ગંગારામ – દુલા ભગત
 • વારજે તું વારજે વેગ મનનો વારજે – પિંગળ – દુલા ભગત
 • કા નીંદરમાં સુવો – અખૈયો – દુલા ભગત
 • એ જી ગુરુજી આવ્યો ખૂટલ પોરો ને વધ્યો ખેદ – ઝબુબાઈ – દુલા ભગત
 • શુભ કરી લે કામ – દુર્લભ દાસ(દુલા ભગત) – દુલા ભગત
 • એ જી વાલીડા નમેરા ના થાઓ દીના નાથ – નારણદાસ – દુલા ભગત
 • લાવો રે કુંચી ને તાળાં ખોલીયે – ભાગ – ૧ – લોયણ – દુલા ભગત
 • લાવો રે કુંચી ને તાળાં ખોલીયે – ભાગ – ૨ – લોયણ – દુલા ભગત
 • હીરો ખોમાં તું હાથથી – તિલકદાસ – દુલા ભગત
 • માની લે મનવા મેરા સતગુરુજી કેરા – નારણદાસ – દુલા ભગત
 • તાર રે તંબુરો સતીનાં હાથમાં – ભાગ – ૧ – તોરલ – દુલા ભગત
 • તાર રે તંબુરો સતીનાં હાથમાં – ભાગ – ૨ – તોરલ – દુલા ભગત
 • રાજી કર કિરતાર જીવ તું રાજી કર કિરતાર – અમરસંગ રાજા – દુલા ભગત
 • પરદેશમાં કોઈ સગું નહિ આપણું – તોરલ – દુલા ભગત
 • જાવું છે નિર્વાણી – અમરસંગ રાજા – દુલા ભગત
 • મૂળ રે વિનાનું કાયા ઝાડવું – રવિ સાહેબ – દુલા ભગત
 • મારી બુડતી બેડીના તારણહાર શામળિયા – ભાગ – ૧ – દાસી જીવણ – દુલા ભગત
 • મારી બુડતી બેડીના તારણહાર શામળિયા – ભાગ – ૨ – દાસી જીવણ – દુલા ભગત
 • સગુણા બેનનો પોકાર – ભાગ – ૧ – રામદેવ પીર આખ્યાન – દુલા ભગત
 • સગુણા બેનનો પોકાર – ભાગ – ૨ – રામદેવ પીર આખ્યાન – દુલા ભગત
 • કોઈ જાગંદા લાલ રે – રવિ સાહેબ – દુલા ભગત
 • રણુંજાના રાયે મારું મનડું હર્યું – દુલા ભગત
 • માટી મેં મીલ જાના બંદા મત કરો અભિમાના – કબીર – દુલા ભગત
 • વાગે ભડાકા ભારી ભજનના – હરજી ભાટી – દુલા ભગત
 • રામદેવપીરનો હેલો – ભાગ – ૧ – દલુ વાણીયો – દુલા ભગત
 • રામદેવપીરનો હેલો – ભાગ – ૨ – દલુ વાણીયો – દુલા ભગત
 • જેને લાગ્યા શબ્દુંના બાણ – કબીર – દુલા ભગત
 • એ જી પીરજી ધુન ધણી મારા નાથ – ચકુદાસ – દુલા ભગત
 • એ જી વાલા માથડે ભરિયેલ મહી કેરા માટ – મોરાર – દુલા ભગત
 • માતા રે મીનલદે ના જાયા – હરજી ભાટી – દુલા ભગત
 • રમો રમો રામદે – હરજી ભાટી – દુલા ભગત
 • પાદરની પનિહારી પુછું મારી બેન – તોરલ – દુલા ભગત
 • હરિને ભજી લે મનવા પ્રેમ કરી – અટલદાસ – દુલા ભગત
 • ખોડીયાર છે જોગમાયા મામડિયાની – પિંગળ – દુલા ભગત
 • અમને હરદમ મળજો રે સંતબાવા ગિરનારી – ઘેલડ – ધીરજગીરી ગોસ્વામી
 • અમને ગુરુજી વાલા અંતરમાં – અક્કલદાસ – હેમંત ચૌહાણ
 • અમને એવી થઈ ઓળખાણ – પિંગળ – મુળાભગત
 • અલખ મિલન કે કાજ ફકીરી લેકે ફીરું મેં જંગલ મેં – સવો – નિરંજન પંડ્યા
 • આવ્યા હરી ને તેડવા રે મધુ વનનાં રે વાસી – ધોળ – કીર્તન – ઝાંઝી આઈ
 • અઘોર નગારા તારા વાગે વેલાબાવા – રામૈયો – કાનદાસ બાપુ
 • અજબ બની તેરી જોર જુવાની – નથુરામ – દયારામ બાપુ
 • અજર પિયાલો મારા સંતો પીવે – લાલ – કલ્યાણદાસ મેસવાણીયા
 • Page 3 of 712345...Last »